એક સાથે સૌથી વધુ પતંગબાજો પતંગ ઉડાડવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવશે
આવતીકાલથી રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નો વિધિવત શુભારંભ થઇ રહ્યો છે. જે અંતર્ગત આગામી 9મી જાન્યુઆરીના રોજ વડોદરા અને વડનગર ખાતે, 10મી જાન્યુઆરીએ કેવડીયા કોલોની (નર્મદા) અને દ્વારકા ખાતે 11મી જાન્યુઆરીના રોજ સુરત અને સોમનાથ ખાતે 12મી જાન્યુઆરીના રોજ રાજકોટ અને ધોલેરામાં જ્યારે 13મી જાન્યુઆરીના રોજ સફેદ રણ ઘોરડો-કચ્છ ખાતે પતંગોત્સવ યોજાશે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવામાં આવશે. વિવિધ દેશોના મહત્તમ પતંગબાજો દ્વારા એક સાથે પતંગ ઉડાડવાના ગિનિઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવશે.
પતંગ મહોત્સવમાં 53 દેશોના 126, 14 રાજ્યોના 65 તેમજ રાજ્યના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 માં વિશેષ રીતે થીમ આધારિત વિવિધ સ્ટોલ્સ પણ બનાવવામાં આવ્યા છે. પતંગનો ભાતીગળ ઈતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન અને પતંગ માટેનો વર્કશોપ પણ બનાવવામાં આવ્યો છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારમાં 50 સ્ટોલ અને ખાણીપીણાંનાં 25 સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ 8 થી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7 થી 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 53 દેશોના 126 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. અલ્જીરીયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહરિન, બેલારૂસ, બેલ્જિયમ, બલ્ગેરિયા, કંબોડિયા, કેમેરૂન, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, બોનેર, સિન્ટ યુસ્ટેટિયસ એન્ડ સબા (ફ્રાન્સ), જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરિશ્યસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પેલેસ્ટીન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈટલી, ઈજિપ્ત વગેરે દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 14 રાજ્યોના 65 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.