- સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સફળ અધિકારીઓ કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાશે
- અબતકની શુભેચ્છા મુલાકાતમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યોએ આપી વિગત
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા વર્ષોથી સર્વ સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે ચાલી રહ્યા છે. જેમાં યુપીએસસી, જીપીએસસી, ઉપરાંત વર્ગ 1, 2 અને 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અનેક યુવાનો વિવિધ સરકારી વિભાગમાં પ્રતિષ્ઠિત જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવનારા તમામ તેજસ્વી યુવાનોનો સ્નેહમિલન સમારોહનું આયોજન આગામી તારીખ 10 નવેમ્બર ને રવિવારના રોજ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ મુકામે કરવામાં આવ્યું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તારીખ 10 નવેમ્બર ને રવિવારે સવારે 10-30 થી 12-30 સુધી ખોડલધામ મંદિરે યોજાનાર તેજસ્વિતા સ્નેહમિલન સમારોહમાં સંસ્થામાંથી તાલીમ લઈને વિવિધ સરકારી વિભાગમાં હાલ ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા વિવિધ 5 પ્રકલ્પો શરૂ કરવામાં આવશે. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ન્યૂઝ લેટર’ નામના ત્રિમાસિક ન્યૂઝ લેટરનું વિમોચન કરવામાં આવશે. સાથે જ ગાંધીનગર ખાતે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શરૂ થનાર રિડીંગ રૂમનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમ વખત જીપીએસસીની અંગ્રેજી માધ્યમની ઓનલાઈન બેચનો પણ પ્રારંભ કરવામાં આવશે. જુનિયર યુપીએસસી બેચનો પણ પ્રારંભ કરાશે અને ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં જ ઈંઈંઝ/ગઊઊઝની તૈયારી કરાવવા માટેની બેચનો પણ પ્રારંભ કરવામાં આવશે.
અબ તકની શુભેચ્છા મુલાકાતમાં અબ તકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીતમાં હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે
શૈક્ષણિક ક્ષેત્રે વધતી જતી સ્પર્ધાઓ અને વિદ્યાર્થીઓ માટે માત્ર પાસ થવું જ નહીં સારી ટકાવારી અને કેરિયર મેકિંગ પર્ફોર્મન્સ અનિવાર્ય બન્યું છે તેવા સંજોગોમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને કેરિયર મેકિંગ માર્ગદર્શન માટે સરસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પર સતત પ્રેશર રહેતું હોવાના કારણે આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે માતા પિતા એ પણ બાળકો પર પોતાની સંભવિત અપેક્ષા નો ભાર ઓછો રાખવો જોઈએ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત અને ભાર વગરનું ભણતર મળવું જોઈએ અત્યારે શેરી રમતો લુપ્ત થઈ ગઈ છે માતા-પિતા સફળતાની રેસમાં બાળક સૌથી આગળ રહે તેવી અપેક્ષા રાખે છે તે ઘણી વખત અનર્થ સર્જે છે સરદાર પટેલ ફાઉન્ડેશન અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ જેવી સંસ્થાઓ ના સહયોગથી 2011- 12 માં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની શરૂઆતના પરિણામમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ દેશ સેવામાં જોડાઈ શક્યા છે વિદ્યાર્થીઓ પર ભારણ કેવી રીતે ઓછું થાય માતા-પિતા અને બાળકો વચ્ચેનું સાતત્ય અને સમજણ કેળવાય તે માટે ખાસ ચિવટ રાખવાની સમય છે નાપાસ થયેલા વિદ્યાર્થી નિરાશ ન થાય તેમને બીજા પ્રયત્નો માટે હિંમત આપવી જોઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે બેસ્ટ ફેકલ્ટી નું માર્ગદર્શન મળે રાજકોટ સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ છે અને સમાજના કોઈ આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા પરિવારના તેજસ્વી સંતાનો ભણવામાં પાછળ ન રહે તે માટે ખોડલધામ ટ્રસ્ટ સતત પણે કાર્યરત છે ખોડલધામ ટ્રસ્ટ કોર્પોરેટ સ્ટાઇલથી ચાલે છે નરેશભાઈ નું માર્ગદર્શન સમાજ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે
અબ તકની શુભેચ્છા મુલાકાતમાં હરેશભાઈ પરસાણા,જયેન્દ્રભાઈ અકબરી, જીએલભાઈ રામાણી નિરવભાઈ ભાલાળા,સીઈઓ શાંતુનંત ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી , રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ , રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે , રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા , રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ , જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝરીયા અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીનીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ક્ધવીન ઓ અને તેમની સંગઠન ટીમ, વિવિધ સમિતિઓના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. હાલ આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.9