Abtak Media Google News

રૂ.40 હજાર લઈ નકલી માર્કશીટ કાઢી આપતા મુંબઈના શખ્સની શોધખોળ: 66 ડુપ્લીકેટ માર્કશીટ કબ્જે

સલાયામાં વહાણ નાવિક માટેની નોકરી મેળવવા ઈચ્છતા લોકોને ધો.10 ની નકલી માર્કશીટ છાપી આપતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી ડુપ્લીકેટ માર્કશીટ છાપવાના કૌભાંડનો પર્દાફાસ કર્યો છે.જેમાં પોલીસે તેની પાસેથી કુલ 66 નકલી માર્કશીટ કબ્જે કરી તેની પૂછપરછ કરતાં તેને કબૂલાત આપી હતી કે તે નોકરી ઈચ્છતા લોકો પાસેથી એક માર્કશીટ ના રૂ.40 હજાર પડાવી માર્કશીટ મુંબઈના શખ્સ પાસે બનાવતો હતો જેથી પોલીસે મુંબઈના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથધરી છે.

વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયામાં બારાઈ ફળિયુ વિસ્તારમાં આવેલી એક દરગાહની બાજુમાં રહેતા અને પરોડીયા રોડ ઉપર અલ ફેઝે કાસીમ નામની દુકાન ધરાવતા તથા અહીં કોમ્પ્યુટર જોબવર્ક કરતા અજીમ અકબર સાલેમામદ કુંગડા (ઉ.વ. 21) નામના શખ્સ પાસેથી થોડા સમય પૂર્વે ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ-ગાંધીનગર ની 66 જેટલી માર્કશીટ મળી આવી હતી. પોલીસ તપાસમાં આ તમામ સર્ટિફિકેટ ડુપ્લીકેટ હોવાનું ખુલવા પામ્યું હતું. ડુપ્લીકેટ માર્કશીટ સાથે ઝડપાયેલા અજીમ અકબર સાલેમામદ કુંગડાની પૂછપરછમાં સલાયા તથા અન્ય વિસ્તારના રહીશો કે જેને વિદેશમાં સારા પગારથી વહાણ કે બોટમાં નોકરી મેળવવી હોય, તેઓને અનિવાર્ય એવા સર્ટિફિકેટ મેળવવા માટે ધોરણ 10 નું ગુજરાત માધ્યમિક બોર્ડનું સર્ટિફિકેટ અનિવાર્ય હતું. જેથી આ શખ્સ દ્વારા આ રીઝલ્ટ સ્કેન કરી અને કોમ્પ્યુટરની મદદથી ધો2ણ 10નું ખોટું સર્ટીફીકેટ બનાવી આપવામાં આવતું હતું.

આ સર્ટિફિકેટ માટે તેના દ્વારા થોડા સમય પૂર્વે તેના પરિવારજનની ભલામણથી મુંબઈ ખાતે રહેતા અને રમન્ના ઇન્ડસ્ટ્રીઝના એમ.પી. સિંઘ નામના એક શખ્સનો સંપર્ક કરી, તેઓએ અહીંથી ધોરણ 10 નું ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવી અલગ અલગ એકેડેમીમાં એડમિશન લેવા માટે એસ.ટી.સી.ડબલ્યુનું સર્ટિફિકેટ મળે તે ડોક્યુમેન્ટ લઈ અને મુંબઈ ખાતે એમ.પી. સિંઘને મોકલી આપવામાં આવતા હતાં. આમ, ધોરણ 10 ની ડુપ્લીકેટ માર્કશીટ બનાવી એસ.ટી.સી.ડબલ્યુ. સર્ટિફિકેટ માટે જે- તે આસામીઓ પાસેથી રૂપિયા 40 હજાર લેવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આથી પોલીસે 66 ડુપ્લીકેટ માર્કશીટ, કોમ્પ્યુટર તથા કલર પ્રિન્ટર કબજે લઈ, આરોપી અજીમ કુંગડાની અટકાયત કરી, મુંબઈના એમ.પી. સિંઘની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.