ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં બોર્ડ દ્વારા અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં આકર્ષણનું કેન્દ્રએ વાત હતી જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ હવે ડીજી લોકરમાં રાખવામાં આવશે.
શિક્ષણ બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ પત્ર રૂ.1.47 અબજ જયારે વર્ષ 2023-24નું 1.86 અબજનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.જેમાંથી કૌશલ્ય નિર્માણ અને રોજગારી પર ભાર મુકવામાં આવ્યો હતો. લિંગ સમાનતા અને શાળામાં નામાંકન સુનિશ્વિત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની દિશા નક્કી કરવામાં આવેલ છે. આ નીતિમાં આઇ.સી.ટી સક્ષમતા, સ્માર્ટ ક્લાસ રૂમ, ડિજિટલ લર્નિંગ, માળખાકીય સુવિધાઓ અને લેબોરેટરીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે.
યોજાયેલી સામાન્ય સભામાં વિધાર્થીની આચાર સહિંતા જેવી કે, શિસ્ત, નિયમિત શાળાએ આવવું, નિયમિત ગૃહ કર્યા કરવું વગેરેને લગતો પ્રસ્તાવને મંજુર કરવામાં આઆવી હતી. જયારે બીજા પ્રસ્તાવ ધો.10 અને 12ની માર્કશીટ ડીજીલોકરમાં મુકવામાં આવશે જેની હાલ કામગીરી ચાલુ છે. જેથી વિદ્યાર્થીઓ ગમે તે સમયે તેમની માર્કશીટનું અવલોકન કરી શકે છે.ઉપરાંત શિક્ષણ બોર્ડના સભ્યોએ જુદા-જુદા પ્રસ્તાવ આ બેઠક માટે રજૂ કર્યા છે. શિક્ષણબોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે પણ સામાન્ય સભા માટે કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી જેમાં શાળાઓમાં કમ્પ્યુટર ફી રૂ. 50 છે જે 10 વર્ષ પહેલાની છે. આ ફીમાં સુધારો કરીને રૂ. 400 કરવા પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે આ તમામ પ્રસ્તાવ શિક્ષણ બોર્ડની બેઠકમાં નકારી કાઢવામાં આવ્યા હતા.
શિક્ષકોના પહેરવેશ અંગેનો ડો.પ્રિયવદન કોરાટનો પ્રસ્તાવને પણ બોર્ડે નકારી કાઢ્યું હતું. ઘણી શાળાઓમાં શિક્ષકને અનુરૂપ કપડાને બદલે પશ્ચિમી સંસ્કૃતિ મુજબના કપડાં પહેરવામાં આવે છે તેવી રજૂઆતો મળી હતી. આ સંજોગોમાં શિક્ષકને અનુરૂપ કપડાં પહેરે તે મુજબ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે જોગવાઈ ન હોય તો કરવા પ્રસ્તાવ મુકાયો હતો જે બોર્ડની કારોબારી સમિતિએ અસ્વીકાર કર્યો હતો . આ ઉપરાંત નવી સ્કૂલની મંજૂરી માટે મેદાનની સુવિધા શાળાની નજીક હોવાની જોગવાઈ છે જે મોટા શહેરોમાં ખુલ્લી જમીન મળવી મુશ્કેલ હોવાથી કે ઉપલબ્ધ નહીં હોવાથી 1 કિ.મીથી ઓછા અંતરે આવેલી સ્કૂલ પોતાનું મેદાન સ્થળ ફેર કરતી શાળાને ઉપયોગ કરવા આપશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો તે પણ સર્વાનુમતે મંજુર થયો ન હતો.