કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાલ ગુજરાતના પ્રવાસે છે તેઓએ ગઈકાલેનેશનલ હાઈવે પ્રોજેકટની સમીક્ષા કરી હતી આજે ધોલેરાની મુલાકાત લેશે
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટસની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા.
30908 કરોડના ખર્ચ 1366 કિ.મી.ના 22 રસ્તાઓ બનાવવાનું કામ પુરજોશમાં:
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી સમીક્ષા
નેશનલ હાઇવેના વિકાસ અને સુધારણા માટેના 81 કામો માટે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ માટે 52,775 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 30,908 કરોડ રૂપિયાના 1366 કિમી.ના 22 કામો આયોજનના તબક્કામાં છે.આમ ગુજરાતમાં નેશનલ હાઇવેના બાંધકામ અને સુધારણા માટે કુલ 1,08,690 કરોડ રૂપિયા વાપરવામાં આવનાર છે.
રાજ્યમાં કાર્યરત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, અમૃતસર જામનગર એક્સપ્રેસ વે અને થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે, અમદાવાદ-શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના સભ્ય તેમજ મુખ્યમંત્રી ના સલાહકાર એસ.એસ. રાઠોર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.