વર્ષ: 2008થી મજૂરોનો પ્રોફેશનલ ટેક્સ ભરવાના કોર્પોરેશનના નિર્ણય સામે ઝોનલ  કોન્ટ્રાક્ટરો લડી લેવાના મૂડમાં: રોડ-રસ્તા, ફિલ્ટર પ્લાન, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ સહિતની અનેક કામગીરી રઝળી પડી

કોન્ટ્રાક્ટરોએ માનવતા વાદી અભિગમ અપનાવી પાણી વિતરણ અને ડ્રેનેજ ફરિયાદ નિકાલના કામો ચાલુ રાખ્યા

કોર્પોરેશનના 108 ઝોનલ કોન્ટ્રાક્ટર આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા અનેક પ્રાથમિક કામગીરી રઝળી પડી છે. કોન્ટ્રાક્ટરોએ લેબરના પ્રોફેશનલ ટેક્સ વર્ષ 2008થી ભરવા અને જીએસટીની ડીફરન્સની રકમ મજરે ન આપવાના કોર્પોરેશનના તઘલખી નિર્ણય સામે કોન્ટ્રાક્ટરોએ બાંયો ચડાવી છે. જો કે,માનવતા વાદી અભિગમ અપનાવી આજે પાણી વિતરણ અને ડ્રેનેજ ફરિયાદ નિકાલ સહિતની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આજે સવારે તમામ કોન્ટ્રાક્ટર રેસકોર્સ ખાતે એકત્રિત થયા હતા અને હડતાલને આગળની રણનીતિ નક્કી કરવાની વ્યુંહરચના ઘડી કાઢવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના દરેક વોર્ડમાં છ ઝોનલ કોન્ટ્રાક્ટર હોય છે.જે  ઝોનલ વોટર વર્કસ,ઝોનલ ડ્રેનેજ સહિતના કામગીરી કરતી હોય છે. કોર્પોરેશન દ્વારા ગત 24મી એપ્રિલના રોજ તમામ ઝોનલ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી. જેમાં વર્ષ 2008થી લઈ આજ સુધીનો તમામ લેબરોનો પ્રોફેશનલ ટેક્સ ભરવા જણાવવામાં આવ્યું હતું.મજુર દીઠ 200 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ ભરવાનો થાય છે. જેની સામે કોન્ટ્રાક્ટર હોય એવા મતલબની રજૂઆત કરી હતી કે 2008 થી કાયદો અમલમાં હોવા છતાં કોર્પોરેશન દ્વારા એમને 2024 માં આ અંગે જાણ કરવામાં આવી હોય અમો આ વર્ષનો પ્રોફેશનલ ટેક્સ ભરવા તૈયાર છીએ. જૂનું લેણું માફ કરવાની માંગ કરાય હતી. જેનો કોઈ જ પ્રત્યુતર અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. સાથોસાથ કોન્ટ્રાક્ટરોના બિલ અટકાવી દેવામાં આવ્યા છે બીજી તરફ ઝોનલ કોન્ટ્રાક્ટર પાસેથી જે 12% જીએસટી વસૂલ કરવામાં આવતો હતો તે વધારી 18% કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે જીએસટીની 6% ની ડિફરન્સની રકમ કોન્ટ્રાક્ટરોને મજરે ચૂકવી દેવી છતાં આજ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ જ રકમ ચૂકવવામાં આવી નથી. આજે સવારથી 108 ઝોનલ કોન્ટ્રાક્ટર હડતાલ પર ઉતરી જતા ડામર એક્શન પ્લાનના કામો, રોડ રસ્તા પર પડેલા ખાડા બુરવાની કામગીરી, પેવિંગ બ્લોક લગાવવાની કામગીરી, ફિલ્ટર પ્લાન મેઈન્ટેનન્સની કામગીરી, સ્ટ્રીટ લાઇટ રીપેરીંગની કામગીરી અને ટ્રાફિક ડીવાઇડર રીપેરીંગ કરવા સહિતની તમામ કામગીરી રઝળી પડી હતી. જો કે, શહેરીજનોએ હડતાલના કારણે હાલાકી ન ભોગવી પડે તે માટે કોન્ટ્રાક્ટરોએ માનવતાવાદી અભિગમ દાખવી પાણી વિતરણ વ્યવસ્થા અને ડ્રેનેજ ફરિયાદ નિકાલની કામગીરી ચાલુ રાખી હતી. સવારે રેસકોર્સ ખાતે તમામ કોન્ટ્રાક્ટર એકત્રિત થયા હતા અચોક્કસ મુદતની હડતાલમાં આગામી રણનીતિ નક્કી કરવા અંગે નિર્ણય લેવા

અને જીવરચના ઘડી કાઢવામાં આવી હતી.

ઝોનલ કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશનની કરોડરજ્જુ માનવામાં આવે છે કારણ કે શેરી-ગલીઓની તમામ ફરિયાદોના નિકાલની જવાબદારી ઝોનલ કોન્ટ્રાક્ટરોની હોય છે. એક ઝોનમાં છ ઝોનલ કોન્ટ્રાક્ટર હોય છે. આ ઉપરાંત ટેન્ડર કોન્ટ્રાક્ટર હોય છે ઝોનલ કોન્ટ્રાક્ટર સાથે  અચોક્કસ મુદતની હડતાલમાં સામેલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મજૂરોના પ્રોફેશનલ ટેક્સ ભરવાની લઈને શરૂ થયેલી આ હડતાલ કેટલા દિવસ ચાલશે તે કેવું મુશ્કેલ છે. બીજી તરફ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ આગામી દિવસોમાં ઝોનલ કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજાઈ ઝડપથી સમેટાઈ જાય તેવા પ્રયાસો શરૂ કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.