27મી ડિસેમ્બર 1911ના રોજ ભારતીય કોંગ્રેસના અધિવેશનમાં બંગાળી અને હિન્દીમાં ગાન થયું હતું
આપણા દેશના રાષ્ટ્રગીત કે જેની આંતરરાષ્ટ્રીય ઓળખ છે તે ‘જન ગણ મન અધિનાયક’ દેશમાં સૌ પ્રથમવાર આજના દિવસે 27મી ડિસેમ્બર, 1911ના રોજ પ્રથમવાર ગવાયું હતું. જેને આજે 108 વર્ષ થયા છે. ભારતીય કોંગ્રેસના અધિવેશનમાં સૌ પ્રથમવાર બંગાળી અને હિન્દીમાં રજૂ થયું હતું.
આપણા દેશના રાષ્ટ્ર કવિ અને નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોર આ ગીતની રચના 1911માં હતી. સૌ પ્રથમ આ ગીત બંગાળીમાં લખાયું હતું, બાદમાં હિન્દી અને ઉર્દૂમાં રૂપાંતર કરાયું હતું. સૌપ્રથમવાર 24 જાન્યુઆરી, 1950માં સ્વતંત્ર ભારતની રચના સ્વરૂપે તેને રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રગીત અને રાષ્ટ્ર ચિન્હોનું સન્માન બંધારણ માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. જેના ભાગરૂપે રાષ્ટ્રગીત ગાવાનો સમય પર સેક્ધડ છે. કેટલાક અવસરોએ આ ગીતને સંક્ષિપ્તમાં ગાઇ શકાય છે, જેમાં પ્રથમ અને અંતિમ પંક્તિઓ જ બોલાય છે. જે 20 સેક્ધડનો સમય લાગે છે.
રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ નેશનલ ઓનર એક્ટ 191ની કલમ-3 હેઠળ પ્રતિબંધ કરવામાં આવે છે. જેમાં દોષિતને 3 વર્ષની જેલની સજા છે. રાષ્ટ્રગીત ચાલતું હોય ત્યારે એક મુદ્રામાં જ ઉભું રહેવું ફરજીયાત છે. રાષ્ટ્રગીતનો લડાઇ વખતે પ્રથમવાર 1979માં ઉપયોગ કરાયો હતો.
ગુરૂવર રવિન્દ્રનાથ ટાગોર વિશ્ર્વની એકમાત્ર વ્યક્તિ છે. જેમની એકથી વધુ દેશના રાષ્ટ્રગીત તરીકે માન્યતા પામી છે. ‘આમાર શોનાર બાંગ્લા’ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત તરીકે ગવાય છે. આપણાં દેશનું રાષ્ટ્રગીત આપણી ઓળખ છે. સાથે આન-બાન અને શાનનું પ્રતિક છે. આપણાં રાષ્ટ્રગીત જન-ગણ-મનને યુનેસ્કો દ્વારા વિશ્ર્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત ગણાવ્યું છે. જે દેશના ગૌરવની વાત છે.