જિલ્લાની ૧૦૮ની ૯ ગાડી સહિત ૩૬નો સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો

ગઈકાલે મોડી રાતથી પોતાની પડતર માંગણીઓ ના સંદર્ભે મોરબી જિલ્લાની ૧૦૮ની ટીમ હડતાલ પર ઉતરી ગઈ છે. મોડી રાતે ૧૦૮ની ટિમ મોરબીના સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થઇ ઇમરજન્સી સેવા ૧૦૮ની બંધ કરી દેવાઈ હતી અને પોતાની પડતર માંગો પુરી ન થાય ત્યાં સુધી ૧૦૮ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

૧૦૮ની ટિમો એક પછી એક જિલ્લામાં હડતાલ પર ઉતરીને પોતાની માંગ પુરી કરવા માટે પ્રયતન કરી રહી છે ત્યારે આજે મોડી રાતે મોરબી જિલ્લાની ૧૦૮ની ટિમો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થઇ ને હડતાલ પર ઉતરી ગઈ હતી અને પોતાની પડતર માંગો સમાન કામ સમાન વેતન, ૮ કલાક ડ્યુટી, અને ગવર્મેન્ટના રુલ્સ મુજબ પગાર ધોરણ, ફરજ બજાવતા કર્મચારીનું માનસિક અને શારીરિક શોષણ થતું અટકાવવું, ફરજ બજવતાં કર્મચારીઓને મન પડે ત્યારે જિલ્લા ટ્રાન્સફર અને નોકરીમાંથી છુટા કરવાનો અત્યાચાર બંધ કરો સહિત આવી અનેક માંગણી સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. અને જ્યાં સુધી તેનો સ્વીકાર ન કરાય ત્યાં સુધી હડતાર ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.મોરબી જિલ્લાની ૧૦૮ની ૯ ગાડી સહીત ૩૬ જણાનો સ્ટાફ એક થઇને હડતાલમાં જોડાતા હાલ મોરબી જિલ્લા માં ૧૦૮ની ઇમરજન્સી સેવા ઠપ્પ થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.