૧૦૮ના પ્રદેશ અઘ્યક્ષ ઉદયભાઇ રાવલની ગુજરાતના મઝદુર કમિશનરને લેખીતમાં રજુઆત
ભારતીય મઝદુર સંઘના રાજકોટ જીલ્લાના મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીની યાદી જણાવે છે કે જી.વી.કે. એમ.આર.આઇ. ૧૦૮ (ઇમરજન્સી) માં કામ કરતા રાજકોટ, જામનગર અને મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં કર્મચારીઓ રાજકોટ ખાતેના પ્રોજેકટ મેનેજર હેઠળ કા કરે છે અને આનું મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતે આવેલ છે. આ બધા કર્મચારીઓ પાસેથી સંસ્થા ૧શ્ર કલાક કામ લેવામાં આવે છે. અઠવાડીક રજા આપવામાં આવતી નથી અને લધુતમ વેતન અધિનિયમ ૧૯૪૮ ની કલમ ૮ અને ૬ મુજબ ડબલ ઓવરટાઇમ આપવો જોઇએ તે કાયદાની જોગવાઇ હોવા છતાં આપતા નથી.
નાની નાની બાબતોમાં સસ્પેન્ડ કરવા, ઓફ ડયુટી કરવા, જીલ્લા ફેર બદલી કરવી તેમજ કોઇપણ જાતના લેખીત આપ્યા વગર નોકરીમાંથી છુટ્ટા કરવા વિગેરે અનેક જાતની કામદાર વિરોધી પ્રવૃત્તિ સંસ્થા દ્વારા આચરવામાં આવતી હોવાથી ૧૦૮ ના પ્રદેશના અઘ્યક્ષ ઉદયનભાઇ રાવલે મઝદુર કમિશ્નર ગુજરાત રાજય અમદાવાદને તેમજ રાજકોટ જીલ્લાના મંત્રીએ સરકારી મજુર અધિકારી અને લધુતમ વેતન ધારો ૧૯૪૮ ના નિરીક્ષક રાજકોટને આ અંગે ફરીયાદ કરવામાં આવે છે અને માંગણી કરવામાં આવેલ છે. રાજકોટ તથા અમદાવાદના સક્ષમ અધિકારીઓને બોલાવી અને નોકરી ૮ કલાક તથા સાપ્તાહીક રજા તથા અત્યાર સુધી કરેલ કામગીરીના ઓવર ટાઇમ ની ડબલ રકમ ચુકવી આપવી તેવી માંગણી અને ફરીયાદ કરેલ છે.