રાજ્ય સરકાર દ્વારા વધુ નવી ૧૯૮ એમ્બ્યુન્સ ફાળવાશે: આગામી બજેટમાં રૂ.૫૫ કરોડની જોગવાઈ

રાજકોટની ૪૨ સહિત રાજ્યમાં ૮૦૦ એમ્બ્યુન્સ થકી કાર્ડિયાક સબંધિત શહેરમાં ૪૭,૧૯૦ સહિત ગુજરાતમાં ૬.૮૨ લાખથી વધુ લોકોને જીવતદાન

રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે અસરગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭થી થયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ૨૦૦૭થી એપ્રિલ-૨૦૨૩ સુધીમાં રાજ્યભરમાંથી લગભગ ૧,૪૭,૫૪,૫૨૦થી પણ વધુ કેસીઝ(પોલીસ, ફાયર,મેડીકલ જેવા ઈમરજન્સી કેસ)માં તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી છે. આજે ટેકનોલોજીનાં માધ્યમથી રાજ્યભરમાં આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાત અગ્રેસર છે. ત્યારે રાજયભરમાં કાર્યરત ૮૦૦ એમ્બ્યુલન્સ વાહનોએ રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની સરેરાશ ૧૬ મિનિટમાં જ ઉપલબ્ધ બની અત્યંત કટોકટીની પળોમાં ૧૩,૬૫,૯૫૦થી વધુ લોકોને સારવાર આપી છે.

દરિયામાં બીમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં ૦૨ બોટ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવી છે.

સમગ્ર રાજયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જુદી જુદી મેડીકલ ઈમરજન્સી જેવી કે પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં એપ્રિલ માસમાં ૨૮,૮૫૪ સહીત અત્યાર સુધીમાં ૪૯,૯૪,૯૮૮થી વધુ ઈમરજન્સી કેસ, રોડ અકસ્માત સંબંધિત એપ્રિલ માસમાં ૧૩,૨૦૨ સહીત અત્યાર સુધીમાં ૧૮,૨૩,૯૧૭ થી વધુ ઈમરજન્સી કેસ, કાર્ડિયાક સંબંધિત એપ્રિલ માસમાં ૫૧૬૮ સહીત ૬,૮૨,૭૫૯ ઈમરજન્સી કેસ, શ્વસન સંબંધિત એપ્રિલ માસમાં ૬૭૬૮ સહીત ૭,૭૪,૬૩૭ થી વધુ ઈમરજન્સી કેસમાં લોકોને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવાયા છે. ગુજરાત રાજ્યમાં એપ્રિલ માસમાં ૬૯૨ સહીત અત્યાર સુધીમાં ૧,૨૮,૪૭૬ અને રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસમાં ૫૬ સહીત અત્યાર સુધીમાં ૬૭૩૫ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે. જેમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લાની વિગતો આપતાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટમાં જુદી જુદી મેડીકલ ઈમરજન્સી જેવી કે પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં એપ્રિલ માસમાં ૧,૧૨૬ સહીત અત્યાર સુધીમાં ૧,૯૭,૩૯૫થી વધુ ઈમરજન્સી કેસ, રોડ અકસ્માત સંબંધિત એપ્રિલ માસમાં ૬૪૭ સહીત અત્યાર સુધીમાં ૧,૦૬,૦૬૪થી વધુ ઈમરજન્સી કેસ, કાર્ડિયાક સંબંધિત એપ્રિલ માસમાં ૩૬૪ સહીત ૪૭,૧૯૦ ઈમરજન્સી કેસ, શ્વસન સંબંધિત એપ્રિલ માસમાં ૩૫૬ સહીત ૩૭,૪૯૩ થી વધુ ઈમરજન્સી કેસમાં લોકોને તાત્કાલિક સારવાર આપીને નવજીવન આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં એપ્રિલ માસમાં ૭૮૪ સહીત અત્યાર સુધીમાં ૧,૨૯,૨૬૦ અને રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસમાં ૪૮ સહીત અત્યાર સુધીમાં ૬૭૮૩ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં કરાવી ૧૦૮ એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન્સએ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પ્રસ્થાપિત કર્યો છે.

ટેકનોલોજીનાં આ યુગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ૧૦૮ ઈમરજન્સી સેવાનું પણ ડિજિટાઈઝેશન કરી ૧૦૮ ઇમરજન્સી સેવાનો લાભ નાગરિકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા “૧૦૮ સીટીઝન” નામની મોબાઈલ એપ્લીકેશનનું નવું વર્ઝન આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલનાં હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા માટે નવી ૧૯૮ એમ્બ્યુલન્સ માટે ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ.૫૫ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ આજે માત્ર દર્દીઓને હોસ્પિટલે લઈ જવા પૂરતી જ મર્યાદિત રહી નથી. લાઈફ સેવિંગ અદ્યતન સાધનોથી સુસજ્જ ૧૦૮ ખરા અર્થમાં મીની હોસ્પિટલ બની ચુકી છે. જેમાં ઈમરજન્સી સારવાર માટેની દવાઓથી માંડીને ઈમરજન્સી લાઈફ સેવિંગ મેડિસિન, મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, અલગ અલગ ચાર પ્રકારના સ્ટ્રેચર, એક્સિડન્ટ કિટ, ઓક્સિજન કિટ, હાર્ટએટેકના દર્દી માટે ઇ.સી.જી. મશીન, વેન્ટિલેટર, નાનાં બાળકો માટે હેન્ડ પંપ, ઈમરજન્સી ફ્રેક્ચર કિટ સહિત નાની મોટી થઈને ૨૭૪ જેટલી ઈમરજન્સી સારવારની સુવિધાઓનો સમાવેશ થાય છે. અદ્યતન હોસ્પિટલમાં જે રીતે નવીનતમ સાધનોની મદદથી દર્દીનો જીવ બચાવવામાં આવે છે તેવી જ રીતે તમામ સુવિધા ધરાવતી ૧૦૮ની મદદથી ગોલ્ડન અવરમાં રસ્તામાં જ પ્રાથમિક સારવાર મળી જતાં દર્દીનાં જીવનું જોખમ મહદ્ અંશે ટળી જતાં બચવાની શક્યતાઓ વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.