વિજયા દશમીથી પતિત પાવન ભગવાનની જન્મજયંતિ સુધી મહાઆયોજન

પ.પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમ સદગુરુ સદન ટ્રસ્ટ દ્વારા વિશ્ર્વની સર્વ માનવ જાતનાં કલ્યાણ માટે ૧૦૮ કરોડ (એક અબજ આઠ કરોડ) રામ રામ જપયજ્ઞનું વિજયાદશમી તા.૨૫/૧૦/૨૦૨૦ને રવિવારથી મહાસુદ-૬, પતિત પાવન ભગવાનની જન્મજયંતિ, તા.૧૭/૦૨/૨૦૨૧ બુધવાર સુધી મહાઆયોજન કરાયું છે.

પ.પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા પ.પૂ.સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુના મહાજીવન સંદેશ, માનવ સેવા એજ પ્રભુ સેવા તથા વો માનવ હી કયા જો દુસરે કે સુખ કા સાધન ન બન શકે, ને ચરિતાર્થ કરી માનવ કલ્યાણ તથા લોકોની નિ:સ્વાર્થ સેવા કરવામાં પ.પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટ હંમેશા અગ્રેસર હોય છે અને લોકોની અતિવિકટ પરિસ્થિતિમાં તેમને સહાયભૂત થાય છે, આ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકોને રાહત મળે કોરોના મહામારી દુર થાય તે માટે આ રામનામ ઔષધીરૂપી જપયજ્ઞનું મહાઆયોજન કરવામાં આવેલ છે.

આ માનવસેવાને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને પ.પૂ.સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુની પ્રેરણાથી વિશ્ર્વની સર્વ માનવ જાતનાં કલ્યાણ માટે વિશ્ર્વને કોરોના મહામારીમાંથી મુકિત મળે તે શુભ હેતુથી ૧૦૮ કરોડ (એક અબજને આઠ કરોડ) રામનામનાં મંત્રજાપનાં જપયજ્ઞનું મહાઆયોજન વિજયા દશમી (દશેરા) એટલે કે રામે અસુરરૂપી રાક્ષસ રાવણનો વધ કરીને અસુરી શકિત ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો અને એટલે જ આ ખાસ દિવસે તા.૨૫/૧૦/૨૦૨૦, રવિવાર (વિજયાદશમી)થી આ રામનામનાં મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે, જેથી આપણે આ અસુરરૂપી કોરોને હરાવીને નાબુદ કરીને લોકોને આ ગંભીર સમસ્યાથી મુકિત અપાવીએ.

આ મહાઆયોજનની પૂર્ણાહુતિ પ.પૂ.સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુના ગુરુદેવ ભગવાન પતિત પાવન ભગવાનની જન્મજયંતી, મહા સુદ-૬, તા.૧૭/૦૨/૨૦૨૧, બુધવારના રોજ કરવામાં આવશે. ભારત તથા વિદેશમાં વસતા સર્વ ધર્મપ્રેમી ભાઈ-બહેનો વધુમાં વધુ રામનામ જપયજ્ઞનાં મહાઅભિયાનમાં જોડાઈ વિશ્ર્વ ઉપર આવી પડેલ આ ગંભીર સમસ્યાને કાયમી ધોરણ મુકિત મેળવીએ. સર્વ ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઘેર રહીને આપના ઘરના તમામ સભ્યોને આ જપયજ્ઞનાં મહાઅભિયાનમાં જોડાવીને કોરોનારૂપી મહામારીના અસુરને કાયમી ધોરણે પરાસ્ત કરીએ. ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઘેરી રહીને રામનામ જપ મહાઆયોજનમાં જોડાઈ તથા કરેલા રામનામ જાપ વોટસએપ મેસેજ તથા ફોન કરીને મો.૯૫૮૬૩ ૦૮૧૭૮ તથા ૮૪૬૦૯ ૨૮૫૦૮ ઉપર જાણ કરીને નોંધાવવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.