રાઇઝિંગ ઇન્ડિયા એન ઇન્ટેટિવ ફોર સોસાયટીએ ગણેશ ચોથના શુભ દિવસે લાડુ સ્પર્ધા યોજી: વિજેતાઓને રોકડ પુરસ્કાર અને અનેકવિધ ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા
કોરોના મહામારી બાદ રાજકોટમાં પ્રથમ વખત શ્રી ગણેશ ચોથના દિવસે સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઈજિંગ ઈન્ડિયા ગ્રુપ ક્લબ તથા ડિવાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બુધવારના રોજ સાંજના સમયે ધારેશ્વર મંદિર ભક્તિ નગર સર્કલ રાજકોટ ખાતે ગણેશજીને પ્રિય લાડુ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.આ સ્પર્ધામાં ઉમળકાભેર સ્પર્ધકોએ ભાગ લીધો હતો 108 સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.મહા આરતી બાદ લાડુ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં કુલ 1100 લાડુ સ્પર્ધકો દ્વારા આરોગવામાં આવ્યા હતા. તેમજ પ્રથમ નંબરે આવેલ મહિલા વિજેતાએ 16 લાડુ આરોગ્ય હતા. તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી લઇ અનેકવિધ ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં આધ્યાત્મિકતા વધે તે માટે નો હતો. આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય સફળતા મળી હતી.જેની પાછળની જેહ્મત સ્વરાજ ફાઉન્ડેશનના હર્ષિલભાઈ શાહ, માણસુરભાઈ વાળા સહિતના સભ્યોએ ઉઠાવી હતી.
યુવાનોમાં આધ્યાત્મિકતાનો ભાવ વધશે: માણસુરભાઈ વાળા
સ્વરાજ ફાઉન્ડેશનના માણસુર ભાઈ વાળાએ અબતક સાથેની ખાસ વાતચીમાં જણાવ્યું હતું કે,લાડુ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ રોકડ પુરસ્કાર અને અન્ય ગિફ્ટ થી સન્માનિત કરવામાં આવ્યા છે અમારો હેતુ યુવાનોમાં આધ્યાત્મિકતા નો ભાવ વધે તે માટે નો છે આવી આવનારી દિવસોમાં ઘણી સ્પર્ધાઓ અમારા ગ્રુપ દ્વારા યોજવામાં આવશે
મહિલાઓએ દરેકક્ષેત્રમાં આગળ આવવાનું છે: વિજેતા મહિલા
લાડુ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બનેલ મહિલાએ અખ્તર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાગ લેવાનો મારો હેતુ એટલો જ છે કે મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધવાનું છે. તેમને પ્રેરણા મળે 16 લાડુ મારા દ્વારા આરોગવામાં આવ્યા છે અને મારો પ્રથમ નંબર આવ્યો છે આવી સ્પ્રધાથી અમને ખૂબ પ્રોત્સાહન મળે છે તેમજ ઉત્સાહભેર વાતાવરણ મળી રહે છે.