108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ગુજરાતવાસીઓ માટે જીવાદોરી બની ગઇ છે. દર 21 સેક્ધડે 108ને કોલ મળે છે. રિસ્પોન્સ ટાઇમીંગ 18 મિનિટ છે. કોલની બીજી જ રિંગમાં ફોનને પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્વશ્રેષ્ઠ છે. અત્યાર સુધીમાં 108ની સેવા 1.53 કરોડ લોકોના જીવન બચાવવામાં સફળ રહ્યા છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી 50 નવી 108 એમ્બ્યુલન્સો અને જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે નવી કુલ 32 એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે રાજ્યનાં નાગરિકોને 24ડ્ઢ7 આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, નવી 82 એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે. પ્રિ-હોસ્પિટલ કેર સાથે દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં 108 એમ્બ્યુલન્સનું અમૂલ્ય યોગદાન રહેલું છે.

કોલની પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ: 1.53 કરોડ લોકોને કટોકટી સમયે મદદરૂપ બની

નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે.

તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે  હૃદ્યરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિ:શુલ્ક મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના અમલી છે.

108 ઈમરજન્સી મેડીકલ સેવા હેઠળ પ્રતિ માસ સરેરાશ 42 લાખ કિ.મીનું સંચાલન કરવામાં આવે છે. આ સેવાની ગુણવત્તા તેમજ પ્રતિસાદ સમય જાળવી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. 108 સેવાનો વ્યાપ, એમ્બ્યુલન્સના કાફલાની કાર્યક્ષમતા અને ગુણવતા વધે તે માટે જૂની થયેલ એમ્બ્યુલન્સોને બદલવા માટે રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ નવી એમ્બ્યુલન્સોની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે.

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની વિશેષતા વિશે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, એમ્બ્યુલન્સ અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન જેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ 4200 થી 4400 જેટલા દર્દીઓને કટોકટીના સમયે સેવા પૂરી પાડવામાં આવે છે.

108 નંબર પર આવેલા 99 % જેટલા ફોન કોલનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાની સરખામણીએ પણ સૌથી શ્રેષ્ઠ છે. 108 એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં 11 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં 22 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. દર 21 સેક્ધડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે. ઉપરાંત, 1 કરોડ 53 લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, 2.17 લાખથી વધુ પોલીસ અને 6.2 હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. અત્યાર સુધી 47.9 કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિકટ પરિસ્થિતીમાં મૂકાયેલ 14 લાખથી વધુ મહામુલી માનવ જિંદગીઓને બચાવવામાં આવી છે. 51.77 લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને, 1,33,485 થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો મહત્વનો ફાળો રહેલ છે. 108 સીટીઝન મોબાઇલ એપ્લીકેશન  3 લાખ કરતા વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. પોરબંદર અને ઓખા ખાતે માછીમારો માટે દરિયામાં 108 એમ્બ્યુલન્સ જેવી મેડીકલ ઈમરજન્સી સેવા બોટ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.