દ્વારકા જીલ્લાનું બેટ દ્વારકા ટાપુ હોય અને પેસેન્જર બોટ બંધ થતા દુનિયા થી વિખુટુ પડી જાય છે. અને મેડીકલ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ત્યા વસતા લોકો ને ઇમરજન્સી વખતે જાનહાની ભોગવવી પડે છે. અહી ઓખા ખાતે માછીમારી ધંધો હોવાથી માછીમારી બોટો ના અકસ્માત વખતે અન્ય બોટોનો સહારો એકમાત્ર વિકલ્પ રહે છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નવો અભિગમ હાથ ધરાયો છે. તે છે. ૧૦૮ એમ્બ્યુલન્સ બોટ સેવા…..
આ સેવા ટુંક સમયમાં કાર્યરત કરવામાં આવનારી છે. હાલ આ ૧૦૮ એમ્બ્યુલન્સ બોટ તથા મેડીકલ ડોકટર ટીમ ઓખાના કિનારા પર આવી ચુકી છે. અને ટુંક સમય માં જ વિધીવત આ સેવા શરૂ કરવામાં આવશે.
માછીમાર બોટ એશોશીયન પ્રમુખ મોહનભાઈ બારાઇ…… આ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા શરૂ થતા સૌ માછીમાર સમાજમાં ખુશી ની લાગણી ફેલાઇ જવા પામી છે. અનેક વખત દરિયા ની અંદર માછીમારી કરવા ગયેલ બોટમાં ખલાસી બીમાર પડતા અથવા અકસ્માત થતા સારવાર ન મલતા લોકોને જાનહાની વેઠવી પડતી હતી. પરંતુ આ સેવા શરૂ થતા માછીમાર તથા બેટ દ્વારકામાં વસતા લોકોને સમયસર સારવાર મલતા જાનહાની થતી રોકી શકાશે.
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ અધીકારી.રાકેશ મીશ્ર્રા.જીએમબી દ્વારા આ બોટ જીવીકે ને ફાળવવામાં આવી છે. જેથી લોક સેવામાં આ સ્પીડ બોટનો ઉપયોગ કરી શકાય. અને આ એમ્બ્યુલન્સ બોટ સેવા શરૂ થવાથી જરૂરીયાતમંદોને ખુબ લાભ થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com