હળવદમાં અંતિમ વિદાયને અંતિમ ઉજવણી કહી શકાય તે રીતે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 106 વર્ષના વૃદ્ધાનું નિધન થતાં મૃતક ની ઈચ્છા પ્રમાણે પરિવારે હોંશે હોંશે ધામધૂમ થી વિદાય આપી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા સોભાસણા પરિવારના મોભી 106 વર્ષીય પમુબેન બાવનજીભાઈ સોભાસણાની વહેલી સવારે અવસાન થયું હતું.
એ સમયે પરિવારમાં રડમસ બનીને દુ:ખના સાગરમાં ડૂબ્યા વિના ઉઉંના તાલે દાંડિયા રાસ રમીને તથા ફટાકડા ફોડીને પમુબેનને અંતિમ વિદાય આપી હતી. એવું પણ્ જાણવાં મળ્યું હતું કે પમુબેને પોતાની અંતિમ યાત્રામાં પરિવારને દુ:ખી થવાને બદલે મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરીને દુ:ખ થવાની જગ્યાએ હંસતા-હંસતા તેને વિદાય આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે પરિવારજનોએ પણ તેમને વાજતે-ગાજતે વિદાય આપી હતી. ત્યારે લોકોએ પણ આ દ્રશ્યોને નિહાળીને સાનંદાશ્ચર્યની લાગણી અનુભવી રહ્યા હતા.