સ્ટેમ્પડયુટી અને નોંધણી ફીથી ગત વર્ષની રૂ.501 કરોડની આવકની સરખામણીએ ચાલુ વર્ષે રૂ.1235 કરોડ મળ્યા
કોરોના મહામારીએ દેશમાં ઘણા ઔદ્યોગિક એકમોને નુકસાન પહોંચાડ્યું છે. જોકે, માર્ચ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવકમાં ધોધમાર વધારો થયો છે. આ આવક વધવા પાછળ જંત્રી દરમાં ફેરફાર થવાના સંકેતોના કારણે થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચાલુ વર્ષે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના કારણે રૂ.1235 કરોડની આવક થઈ છે. જોકે ગત વર્ષ રૂ.501 કરોડની આવક હતી. આ આંકડા પરથી દસ્તાવેજ નોંધણીમાં આવેલો ઉછાળો ફલિત થાય છે. એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા જંત્રી દર વધારવાની હિલચાલ થઈ હતી. જાન્યુઆરીથી માર્ચ મહિનામાં નોંધણીનું પ્રમાણ વધ્યું હતું. જેથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીનું કલેક્શન પણ વધ્યું હતું. તેવું ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ આશિષ પટેલનું કહેવું છે.
વર્તમાન સમયે કોરોના મહામારી ના કારણે દેશના મોટાભાગના ઉદ્યોગો ઉપર માઠી અસર થઇ છે. દરમિયાન ગત વર્ષે લોકડાઉનના કારણે પણ ઉદ્યોગો થંભી ગયા હતા. આવી સ્થિતિમાં અમદાવાદ ખાતે મકાનનું વેચાણ જાન્યુઆરી થી માર્ચ મહિના દરમિયાન 34 ટકા જેટલું વધ્યું હોવાનું આંકડા કહી રહ્યા છે. 2021ના જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન 3045 મકાનો વેચાયા હતા જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 2268 મકાનો વેચાયા હોવાનું નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા નામની રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
કોવિડના કેસ વધતા તેની માઠી અસર વિવિધ ઔદ્યોગિક ક્ષેત્ર પર થઈ છે. પણ મિલકતોની નોંધણી અને મિલ્કત નોંધણીની આવકમાં માર્ચ માસમાં ખૂબ મોટો વધારો થયો છે.
માર્ચમાસમાં કોરોનાના કેસ વધવાની સાથે સાથે મિલ્કત નોંધણીમાં પણ વધારો જોવા મળ્યો હતો. ગત માર્ચ કરતા માર્ચ 2021માં મિલ્કત નોંધણીમાં 106 ટકાનો વધારો થયો હતો.
રાજરમાં માર્ચ 2020માં 78584 મિલ્કતોની નોંધણી થઈ હતી. તેની સામે માર્ચ 2021માં નોંધણીમાં 106 ટકા વધારા સાથે 161693 મિલ્કતોની નોંધણી થઈ હતી તેમ રાજયનાં ઈન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટેશન એન્ડ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સે જણાવ્યું હતુ.
માચ 2020માં સ્ટેમ્પ ડયુટીની આવક રૂ.501 કરોડ હતી તે માર્ચ 2021માં 146 ટકા વધીને રૂ. 1235 કરોડ થઈ હતી માર્ચમાં ગત માર્ચ માસની સરખામણીએ દસ્તાવેજ નોંધણી અને નોંધણીફીની આવકમાં વધારો થયો છે. જે અત્યાર સુધીની માર્ચ માસથી સૌથી વધુ છે.
એપ્રીલ 2021થી જંત્રીદરમાં વધારો થઈ રહ્યો હોવાની વાત બહાર આવતા રીયલ એસ્ટેટ માર્કેટમાં જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસીક ગાળામાં રીયલ એસ્ટેટ માર્કેટમાં વધારો થયો હતો તેમ ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું હતુ.
અમદાવાદમાં હાઉસીંગ ક્ષેત્રમાં વેચાણ વધ્યું છે. ગત વર્ષના જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસીકગાળામાં 2268 એકમો વેચાયા હતા. જયારે આ વર્ષે આ આંકડો 3045એ પહોચ્યો હતો એ રાજયમાં કોરોના કહેર બાદ ઉભી થઈ રહેલી આર્થિક વ્યવસ્થાનો નિર્દેશ કરે છે. તેમ રીયલ એસ્ટેટ ક્ધસ્લ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ જણાવ્યું હતુ.રાજયમાં કોરોનાકાળમાં સપ્ટેમ્બરથી મિલ્કત રજીસ્ટ્રેશન તથા સ્ટેમ્પ ડયુટીની આવકમા સતત વધારો થતો રહ્યો છે. અને માર્ચ માસમાં આખા વર્ષનું સૌથી વધુ રજીસ્ટ્રેશન થયું હતુ.