ન્યાય તંત્ર અંગે હિન્દી ફિલ્મનો ડાયલોગ પ્રખ્યાત છે કે ‘તારીખ પે તારીખ’ પરંતુ ભારતીય કોર્ટોમાં તારીખ પે તારીખ નહીં પરંતુ વર્ષોના વર્ષથી પેન્ડીંગ કેસોનો આજે પણ ભરાવો એમનેમ છે જેનો આજે પણ નિકાલ થયો છે. કેટલાક કેસો ૫૦ થી ૬૦ વર્ષ જુના છે જેની સંખ્યા ૨.૯૯ કરોડની છે. નીચલી અદાલતોમાં ૭ હજારથી વધુ કેસો પેન્ડીંગ છે જે ૧૯૫૮થી હજુ પણ ઉકેલાયા નથી.
અદાલતાના કામમાં દેર છે પણ અંધેર નથીનું વાકય વારંવાર બોલાય છે દેશની ન્યાય પ્રણાલીની વિશ્વસનીયતા બેશક હિમાલયની ટોચથી પણ વધુ ઊંચી છે. પરંતુ ન્યાય મેળવવા માટે પક્ષકારોને ધીરજ ના ભંડાર રાખવા પડે છે. કયારેક વિલંબથી મળતા ન્યાયથી જ મોટો ન્યાય થતો હોય છે. બાપ-દાદાઓની ન્યાય માટેની ગુહાર ત્રીજી પેઢીના વારસદારોને આગળ લઇ જવા જેવા અનેક કેસોને દેશની અદાલતમાં ચાલે છે. દેશમાં અત્યારે જીલ્લા અને સંલગ્ન અદાલતોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા ૨.૯૯ કરોડ સુધીની પહોંચી ગઇ છે અને તેમાંના ઘણા કેસ ૫૦ થી ૬૦ વરસ સુધી ચાલે છે.
રપ હજાર જેટલા કેસો પક્ષકારોના કારણે પેન્ડીગ છે અને સાત હજાર જેટલા કેસો નીચલી અદાલતોની પ્રક્રિયામાં જ હજુ અટવાયેલા છે જે ૧૯૫૮ થી ચાલુ છે. પક્ષકારો ટ્રાયલ કોર્ટ સામે પુરાવાઓ પહોચાડતા નથી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ સાક્ષીઓ અને પક્ષકારોની સતત ગેરહાજરી અને સરકારી દસ્તાવેજોની પેશી ન હોવા જયાં છ કારણોથી દેશમાં દર વર્ષે પેન્ડીંગ કેસોના ખડકલા વધતાં જાય છે.
અગાઉ જારી થયેલા અહેવાલમાં જીલ્લા અને સેશન કોર્ટમાં જ ૭૮ હજાર કેસો સરેરાશ ત્રીસ વરસ પેન્ડીંગ રહેલ છે. દેશનું સૌથી જુનો પેન્ડીંગ કેસ ૧૯૧૪ થી ચાલી રહ્યું છે. ત્રણ દાયકાથી વધુ પેન્ડીંગ હોય તેવા કેસોનો આંકડો ૫૬ હજાર પહોચ્યો છે. હાઇકોર્ટ અને એપેક્ષ કોર્ટ મળી ને તમામ પેન્ડીંગ કેસોનો આંકડો અત્યારે સૌથી ઉંચો ૩.૧૨ કરોડ સુધી પહોંચી ચુકયો છે. સરકાર અને ન્યાયતંત્ર પેન્ડીંગ કેસોની આ સમસ્યા ઉકેલવા સતત પ્રયત્નશીલ છે છતાં કંઇ કહી શકાતું નથી.
નવી ઉભી કરવામાં આવેલી ન્યાય વ્યવસ્થા અને નીચલી અદાલતોના ન્યાયધીશને કેસના વિલંબના કારણો શોધી તેના ઉકેલના સાવધાન માટે તાકીદ કરવામાં આવી હોવા છતાં કેટલીક વિસંગત પશ્રિસ્થિતિના કારણે અને ધીમી ન્યાય પ્રણાલીના કારણે ેકસનો ઉકેલ થતો નથી. ૧૯૬૩ માં મહારાષ્ટ્રને બલધાણામાં દાખલ થયેલો કેસનો વિલંબ તો સુપ્રિમ કોર્ટની નજરે આવ્યો છે.
મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ૧૯૫૮ થી કેસ સ્ટે. ઓર્ડરના કારણે પેન્ડીંગ છે આ કેસમાં મઉ જીલ્લા ન્યાયધીશના ચુકાદા સામે હાઇકોર્ટે માંથી બીજીવાર સ્ટે લવાવામાં આવ્યો છે. કેસના વિલંબના બીજા કારણમાં આખરી ચુકાદા સામે સ્ટે. ૧૫૪ કેસમાં રેકોર્ડનો અભાવ ૧૭૫ કેસમાં સુપ્રિમનો કાયમી સ્ટે, ૨૫૩ કેસમાં ચુકાદા સામે પડકાર, ૧૬ કેસમાં ખુલ્લા અદાલતમાં સ્ટે, ૮૪૧ કેસમાં રિકવરીની પ્રક્રિયામાં નિષ્ફળતા, ૧૯૭ કેસ હાઇકોર્ટના પડકાર, ૩૭૧ કેસમાં અદાલતો ની પ્રક્રિયા મળી કુલ કરોડો કેસની હજી પેન્ડીંગ છે.
દેશમાં પેન્ડીંગ કેસોની પરિસ્થિતિ અંગેના આ આંકડાઓ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને દેશમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે ઉભી કરવામાં આવેલી ઇલેકટ્રોનીક મોનીટરીંગના કારણે મળી છે.એપેક્ષ કોર્ટમાં રિટાયર્ડ ન્યાયમૂતિ મદન લેહર દ્વારા અદાલતના સુધારાઓ શરુ કરવામાં આવ્યા છે.
દેશમાં હજારો જીલ્લા અને સેરાન જીલ્લા કોર્ટના જજોએ નિચલી અદાલતોના કેસના ભરવા અંગે ઉપરની ઓથોરીટીનું અતિઘ્યાન દોર્યુ છે. હવે દેશભરમાં ઉભી થયેલી એનજેડીજી ઓન લાઇન પોર્ટલમાં દેશમાં કેટલા કેસ નોંધાય છે. કેટલા ચાલે છે અને બે પાંચ દસ અને ત્રીસ વરસ થી પેન્ડીંગ રહેલા કેસના કારણોની સમીક્ષા થઇ રહી છે દેશમાં ત્રણ ત્રણ પેઢીથી ચાલતા કેસ પુરા થાય તેવી વ્યવસ્થા પર હવે ન્યાયમૂર્તિઓ જ ભાર દઇ રહ્યા છે.
અદાલતમાં ચાલતા કેસ અને ચુકાદા સુધી પહોચેલા અનેક મુકદમાં ઓને ઉપલી અદાલતમાં કાયમી સ્ટે અને સરકાર તરફે રજુ થનારા દસ્તાવેજોના વિલંબના કારણે દાયકોથી પેન્ડીંગ રાખી દેવામાં આવ્યા છે.દેશમાં ત્રણ કરોડ પેન્ડીંગ કેસના ભરાવામાં ૧૯૧૪ નો કેસ સૌથી જુનુ હોવાનું જણાવવામાં આવ્યું છે. ન્યાયમાં દેર છે પણ અંધરે નથીની કહેવત પેન્ડીંગ કેસોમાં કયારેક વિલંબથી મળતો ન્યાય અન્યાય જેવો બની રહે છે. અદાલતના ચુકાદા સામે ઉપલી અદાલતમાંથી કાયમી સ્ટે મેળવીને પેન્ડીંગ કેસોના ખડકલા વધારાયા છે.