વરસાદી પાણીનો સંગ્રહ કરવાના હેતૂ થી રાજ્ય સરકારે જળ સંચય યોજનાને વ્યાપક ઝુંબેશ ઉપાડી છે. અને આ ઝુંબેશને સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાએ ભારે પ્રતિસાદ આપ્યો છે અને પ્રજાજનો સ્વયંભુ રીતે આ કાર્યમાં જોડાઇ રહ્યાં છે.
હાલ ની સ્થિતીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સૌથી વધુ ૧૦૫ કામો ચાલી રહ્યાં છે. ઉપરોક્ત કામો પૈકી ચોટીલા તાલુકાના ૮૪ ગામોમાં હાલ ૯૫ કામો અંતિમ તબક્કામાં છે. જ્યારે ૧૧ કામો પૂરા કરવામાં આવ્યાં છે. જેમાં પાણી પૂરવઠા-મનરેગા તથા વોટરશેડ સહિતના કામોનો સમાવેશ થાય છે.
ત્યારબાદ બીજા ક્રમે સાયલા તાલુકો આવે છે. સાયલા તાલુકામાં ૬૫ ગામોમાં શરુ કરવામાં આવ્યાં હતા તે પૈકી જળ સંચયના ૧૩ કામો પુરા કરવામાં આવ્યાં છે અને ૫૫ કામો ટૂંક સમયમાં પૂરા કરાશે.
આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં ૩૯ કામો, થાનગઢ તાલુકામાં ૨૩, પાટડી તાલુકામાં ૩૫, વઢવાણ તાલુકામાં ૩૭, લીંબડી તાલુકામાં ૨૮, લખતર તાલુકામાં ૨૦, ચુડા તાલુકામાં ૧૫ અને મુળી તાલુકામાં ૧૫ કામો ચાલી રહ્યાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com