16 ગ્રુપના બદલે 12 ગ્રૂપ બનાવાશે : દર ગ્રુપમાં 4-4 ટીમો વચ્ચે મુકાબલો રમાશે
વર્ષ 2026માં ઉત્તર અમેરિકામાં ફીફા વિશ્વ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. 2026 વર્લ્ડકપનું આયોજન કરનાર શહેરો કેનેડા, મેક્સિકો અને યુએસમાં રમાશે. આ યુએસ, મેક્સિકો અને કેનેડાએ 2026 ના વર્લ્ડ કપના આયોજકોનો દરજ્જો મેળવી લીધો છે. ત્યારે યોજનાના ફીફા વિશ્વ કપમાં કુલ 104 મેચ ની આડી શકાશે એટલું જ નહીં આ વર્ષે ફીફા વિશ્વ કપમાં 16 ગ્રુપના બદલે 12 ગ્રુપ રાખવામાં આવ્યા છે જેમાં દરેક ગ્રુપમાં ચાર ચાર ટીમો વચ્ચે મુકાબલો રમાશે જે અંગે ફિફાએ માહિતી આપી હતી અને ફોર્મેટમાં પણ બદલાવ કર્યો હતો. એટલું જ નહીં દરેક ગ્રુપમાં જે મેચ રમાડવામાં આવશે તેમાં દરેક ટીમ ત્રણ ત્રણ મેચ રમશે. જેથી વર્ષ 2026 માં યોજાનારા ફીફા વિશ્વ કપમાં 32 ના બદલે 48 ટીમો ભાગ લેશે. ગત વર્ષે યોજનારા વિશ્વ કપની સરખામણીમાં વર્ષ 2026 માં યોજનારા વિશ્વકપમાં 64 ગેમનો વધારો કરવામાં આવ્યો છે.
વર્ષ 2026 માં યોજાનારા ફીફા વિશ્વ કપ અમેરિકા કેનેડા અને મેક્સિકોમાં રમાશે પરંતુ હવે જે નવું ફોર્મેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે તેમાં ગ્રુપની ટોપ બે ટીમો નોકાઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવશે. કતાર ખાતે યોજાયેલા વિશ્વ કપાને આ અંગે માહિતી આપવામાં આવી હતી અને રજૂઆત કરાઈ હતી કે થોડા અંશે બદલાવ લેવામાં આવે જેથી વધુ ટિમો સહભાગી થઈ શકે. ફિફા કાઉન્સિલ દ્વારા યોજાયેલી બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિશ્વકપ 2026 માં ફાઇનલ જુલાઈ 19 ના રોજ રમાશે. હાલ ફિફાના ચેરમેન ઇન્ફેન્ટીનો આગામી 4 વર્ષ સુધી કાઉન્સિલની જવાબદારી સંભાળશે.