વિશ્ર્વની સૌથી વધુ વયની એથ્લેટ બન્યા જુલિઆ હોક્ધિસ…
૧૦૧ વર્ષના માજીએ ૧૦૦ મીટર દોડમાં રેકોર્ડ કર્યો છે. ઉંમર તે માત્ર એક આંકડો છે. તે આ માજીએ ૧૦૦ મીટરની દોડ લગાવીને સિઘ્ધ કર્યુ છે.
ઉંમરની સદી વટાવી ચૂકેલા આ દોડવીર માજીનું નામ જુલિઆ હરિકેન હોક્ધિસ છે. તેઓ વિશ્ર્વના સૌથી મોટી વયના એથ્લેટ બની ચૂકયા છે તેઓ યુ.એસ.એ. ટ્રેક એન્ડ ફિલ્મ આઉટડોર્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપ્સ માટે દોડયા હતા.
લુઇસિયાના સ્ટેટ યુનિવર્સીટીના ટ્રેકફિલ્મ ખાતે શનિવારે જુલિઆ હોક્ધિસ દોડયા હતા. મજાની વાત એ છે કે તેમણે હજુ ગયા વર્ષે જ ટ્રેક પર દોડવા માટેની ટ્રેનીંગ શરુ કરી હતી.
જુલિઆનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિન રાજયમાં વર્ષ ૧૯૧૬માં થયો હતો. તેમને ૪ સંતાનો છે. ૩ પૌત્રો છે અને ૧ પ્રપૌત્ર છે.
તેમને ઉંમરનો બાધ નડતો નથી. તેઓ વોકિંગ, સાઇકલિંગ અને ગાર્ડનીંગ (બાગકામ) કરે છે. તેઓ હસતા હસતા કહે છે કે હું કાયમ ફળીયામાં હોઉ ને ઘરમાં ફોનની રિંગ વાગે એટલે હંમેશા દોડીને જતી આ ટેવ અને ખપમાં લાગી બાકી મને જરાય અભિમાન નથી.
ઉંમર તે માત્ર એક આંકડો છે…
ઉંમર તે માત્ર એક આંકડો જ છે. જીવનમા: કોઇપણ સારું કાર્ય કરવા માટે ઉંમરનો બાધ ન હોવો જોઇએ. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે કોક મૂકે પોક મતલબ કે હું હવે આ ઉંમરે આમ કરીશ તો લોકો શું કહેશે ?
તેવું નેગેટીવ વિચારવાના બદલે પ્રોઝીટીવ થિંકીંગ કરવું જોઇએ.
વન પ્રવેશ કરીને પોતાને વૃઘ્ધ માનનારા લોકો માટે જુલિયા હોક્ધિસનો દાખલો મૌજુદ છે. અમિતાભ બચ્ચન પણ અવારનવાર અબ મે બૂઢા હો ગયા હું તેમ બોલતા રહે છે જે આમ તો એક નેગેટીવ થોટ છે. જો કે તેમણે ફિલ્મી પડદે કહી દીધું કે બૂઢા હોગા તેરા બાપ….