બે માસમાં ઉત્સવના રપ દિવસમાં જ આટલી રકમ મળી

કેરળમાં સબરિમાલામાં ધર્મોત્સવમાં દાનપેટીમાં અધધ ૧૦૧ કરોડ ઠલવાયા છે. જી હા, આ એ જ સબરીમાલા છે. જયાં ભાગદોડની દુર્ધટના ઘટી હતી. અને તેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા આ કેરળ રાજયનું પ્રખ્યાત સબરિમાલા મંદીર છે.

અહીં બે માસના ફેસ્ટિવલમાં પ્રથમ ૨૫ દિવસમાં મુખ્ય મંદીરની દાનપેટીમાં અધધ ૧૦૧ કરોડ રૂપિયા ભકતોએ ઠલવી દઇને ભગવાન પ્રત્યેની આસ્થા વ્યકત કરી છે.

પ્રવનકોર દેવાસ્વોમ બોર્ડે જણાવ્યું હતું કે તારીખ ૧૬મી નવેમ્બરથી કેરલ રાજયના સબરિમાલા ટેમ્પલમાં બે માસનો ધાર્મિક ઉત્સવ શરુ થયો છે. તેના શરુઆતના એક મહિનાની અંદર એટલે કે માત્ર રપ જ દિવસમાં ૧૦૧ કરોડ જેવી માતબર રકમ દાનમાં મળી છે.

સબરીમાલા ટેમ્પલને દાન રુપે મળતી રકમને વેરામાંથી માફી આપવામાં આવે છે અને એટલું જ નહી આ રકમ સેવાકીય કાર્યોમાં ગરીબ દર્દીઓને દવા આપવામાં, ભુખ્યાઓને ભોજન કરાવવામાં અને ગરીબ છાત્રોને શિક્ષણ આપવા પાછળ ખર્ચવામાં આવે છે.

શબરીમાલા ટેમ્પલનો ધર્મોત્સવ માત્ર કેરળનો જ પ્રસિઘ્ધ નથી બલ્કે દેશ-દુનિયામાં પણ તેની બોલબાલા છે લોકો અહીં દાનરુપ પોતાની આસ્થા ભાવના વ્યકત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.