દેશભરમાં ભાજપના કાર્યકરો દ્વારા કરાશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  પર મહિનાના છેલ્લા રવિવારે દેશવાસીઓ  સાથે પોતાના મનની વાત દેશવાસીઓ સાથે કરે છે. જેમાં અલગ અલગ વિષયો પર રેડીયોના માઘ્યમથી ચર્ચા કરવામાં આવે છે. આવતીકાલે 30મી એપ્રિલે ‘મન કી બાત’ કાર્યક્રમનો 100 મો એપિસોડ છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા પણ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખુદ વડાપ્રધાન ‘મન કી બાત’ના 100માં એપિસોડને લઇ ખુબ જ ઉત્સાહિત હોવાનું જણાવી ચૂકયા છે. ગુજરાતમાં દરેક તાલુકા મથકે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રમાં સત્તારૂઢ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 3 ઓકટોબર 2014 થી  એક વિશેષ કાર્યક્રમનો આરંભ કર્યો હતો. જેમાં પી.એમ. દર મહિનાના છેલ્લા રવિવારે રેડીયોના માઘ્યમથી દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ કરી છે. જેમાં આરોગ્ય, પરીક્ષા, શિક્ષણ, વિવિધ આંદોલનો, સરકારની યોજના, સફાઇ અભિયાન, વિશ્ર્વના મોટા દેશની સ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. ‘મન કી બાત’માં દેશના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી વ્યકિત અને સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં પણ આવે છે.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડછે. ભાજપ દ્વારા દેશભરમાં આ સંદર્ભે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે વધુમાં વધુ લોકો ‘મન કી બાત’ નો આ વિશેષ એપિસોડ નિહાળે તે માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં  આવ્યું છે. વિવિધ કાર્યક્રમો થકી આ વિશેષ સિઘ્ધીની ઉજવણી કરવામાં આવશે કેન્દ્ર સરકારના પણ વિવિધ મંત્રાલયો દ્વરા કાલે ઉજવણી કરાશે આવતીકાલે આયુષ્યમાન ભારત દિવસની પણ ઉજવણી કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.