હું પણ પાયાનો પિલ્લર અભિયાનને પ્રચંડ પ્રતિસાદ

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો  ચતુર્થ દિવસ રંગેચંગે પૂર્ણ થયો. જગતના અધિપતિ ભગવાન  કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી સાથે 8 હજારની વધારે ભાવિ ભક્તોથી સમગ્ર સભામંડપ અભિભૂત બન્યો હતો. કથાકાર   જિગ્નેશદાદાની દિવ્યવાણીથી શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર તરીકે વિશ્વભરના અનેક મહાનુભાવો જોડાઈ રહ્યા છે. ન માત્ર પાટીદાર પરંતુ સમસ્ત સમાજના પરિવારો વિશ્વઉમિયાધામમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં જોડાઈ રહ્યા છે.

શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના ચતુર્થ દિવસે માત્ર 24 કલાકમાં 325 મહાનુભાવો વિશ્વઉમિયાધામ મંદિરના પાયાના પિલ્લર તરીકેનો ભાગ્યશાળી લાભ પ્રાપ્ત કર્યો છે. જ્યારે અત્યાર સુધીમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં 1005 મહાનુભાવોએ લાભ પ્રાપ્ત કર્યો છે. હવે માત્ર 435 ભાગ્યશાળી મહાનુભવો જ પાયાના પિલ્લર તરીકે લાભ લઈ શકશે… ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન કરવા ઇઅઙજ સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામી પણ પધાર્યા હતા.આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલે જણાવ્યું કે હું પણ પાયાનો પિલ્લર અભિયાન કે જેનો લાભ માત્ર 11 લાખનું અનુદાન કરી સમસ્ત સમાજના વિશ્વના માત્ર 1440 મહાનુભવોને જ પ્રાપ્ત થવાનો છે.

વિશ્વઉમિયાધામના પ્રથમ પાયાના પિલ્લર તરીકે કડવા પાટીદાર સમાજનું રત્ન અને પાટીદાર સમાજના વડિલ મુરબ્બી સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ પટેલ (શેઠ)ના નામે નોંધાયો છે. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પૂર્વ પ્રમુખ શ્રી કેશુભાઈ શેઠની ઇચ્છા મુજબ તેમના સ્વર્ગવાસ પછી તેમના પરિવારજનોએ વિશ્વઉમિયાધામના ગર્ભ ગૃહના પાયાના પિલ્લર તરીકેના મહાનુભાવોનો લાભ પ્રાપ્ત કર્યો છે. આજે એટલે શનિવારે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના પંચમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની યાદમાં ગિરિરાજ ઉત્સવની ઉજવણી કરાશે. જેમાં જગતના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણના ગોકુળવાસ દરમિયાનના ગિરિરાજ પર્વતની લીલાનું વર્ણન કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.