ભીમ એકાદશીના શુભ દિને
સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકતો, વગેરેને વહેચવામાં આવે છે.અત્યારે જ્યારે કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે સત્સંગ પ્રચારાર્થે વિેદેશમાં વિચરણ કરી રહેલ એસજીવીપીના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગરમાં નીલકંઠ વર્ણી સમક્ષ કચ્છ, દ્રોણેશ્વરથી આવેલ તેમજ અન્ય હરિભકતો દ્વારા આવેલ 10,000 કિલો ઉપરાંત કેરીઓ ધરાવી આમ્રકુટોત્સવ ઉજવ્યો હતો.કોઠારી મુકતસ્વરુપદાસજી સ્વામી અને ભંડારી અક્ષરસ્વરુપદાસજી સ્વામીની આગેવાની નીચે સ્વયંસેવકો દ્વારા તમામ કેરીઓ હોસ્પિટલોમાં તથા ગરીબોને વહેંચવામાં આવી હતી.