રૂ.૧૦૦૦ સુધીના ભાવ બોલાયા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજરોજ નવી મગફળીની આવક આવી છે. ૧૦૦૦ ગુણી નવી મગફળીની આવક સાથે સારી કવોલીટીના ભાવ રૂ.૧૦૦૦ સુધી બોલાયા છે.
આગોતરા વાવેતરને પગલે નવી મગફળી-કપાસનો પાક તૈયાર થયો છે. ત્યારે આજરોજ બેડી યાર્ડમાં નવી મગફળીસની આવકના શ્રીગણેશ થયા છે.
આજે ૧૦૦૦ ગુણી નવી મગફળીની આવક આવતા સારી કવોલીટીના રૂ.૧૦૦૦ ઉપજયા છે. નવી મગફળીનાં સરેરાશ રૂ.૭૨૦થી ૭૭૦ થોડી સારી કવોલીટીના રૂ.૮૦૦થી ૮૫૦ તેમજ બેલ્ટ કવોલીટીના રૂ. ૯૫૦થી ૧૦૦૦ સુધીના ભાવ ઉપજયા હતા. યાર્ડના વેપારીઓના જણાવ્યા મુજબ હળવદ પંથકમાંથી પણ મગફળીની આવક આવી છે. ૫૦૦ ગુણી જેટલી જુની મગફળી આવી હતી. જેના સરેશન ભાવ રૂ.૮૫૦ થી ૯૦૦ તેમજ બેસ્ટ કવોલીટીના રૂ.૯૫૦થી ૧૦૪૦ જેટલા ઉપજયા હતા.