ફોરેસ્ટ યુથ કલબના યુવાનો પલાસ, ખાખરો અને ચરેલના બી વાવીને પ્રાકૃતિક શોભા વધારવાના કાર્યમાં સહભાગી થયા
ગોંડલ તાલુકાનું મીની મહાબળેશ્વર તરીકે ખ્યાતિ પામેલા ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું ઐતિહાસિક સ્થળ એટલે અનલગઢ પ્રવાસન સ્થળ. ૩૫૦ વર્ષ પહેલાનું આ અનલગઢ પ્રાકૃતિક પ્રવાસન સ્થળ હાલમાં પ્રવાસી અને પ્રકૃતિ પ્રેમીઓનું માનીતું સ્થળ બની ગયું છે.
આ મીની મહાબળેશ્વર અનલગઢ આસપાસમાં ગોંડલ ફોરેસ્ટ યુથ કલબના યુવા ભાઈ બહેનો દ્વારા પલાસ ખાખરો અને ચરેલના ૧૦૦૦થી વધુ બીજનું વાવેતર કરવામાં આવ્યું. અનલગઢ આસપાસની જમીનમાં સરળતાથી અને માફક આવે તેવા પ્રકારના વૃક્ષના બીજનું વાવેતર કરી આ મીની મહાબળેશ્વર અનલગઢની પ્રાકૃતિક શોભામાં વૃદ્ધિ કરવાના કાર્યમાં પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આકાશ રાઠોડ, પ્રેમલ પંડ્યા, નિખિલ પેથાણી, હેતલબેન ઠુમર, યશ આડતીયા, જિલ પરમાર, મેહુલ પેથાણી, કિંજલબેન પેથાણી, જલ્પાબેન ઠુમર વગેરેએ જહેમત ઉઠાવી બીજ વાવેતર કરવામાં આવ્યું હતું.