ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ આર્ટ ઓફ લિવિંગ અને રમતગમત અધિકારીની કચેરી,રાજકોટના સયુંકત ઉપક્રમે તા.26/3 ના રોજ સવારે 6 થી 8 કલાક રાજકોટ મહાનગરપાલિકા કક્ષાનો “હર ઘર ધ્યાન,ઘર ઘર યોગ” કાર્યક્રમ સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, મોટા મૌવા, રાજકોટ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અંદાજે 1000 જેટલા યોગ સાધકોએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા અને યોગ સાધકોને પ્રોત્સાહન પૂરું પાડવા જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી.પી.જાડેજા, પટેલ સેવા સમાજના કિશોરભાઈ ઘોડાસરા, મનિષભાઈ ચાંગેલા, પટેલ પ્રગતિ મંડળના સંજયભાઈ કનેરીયા, જગદીશભાઈ પરસાણીયા, મગનભાઈ વાછણી, ચેતનભાઈ રાછડીયા, પ્રફુલભાઈ સાપરીયા, પ્રો.વિનુભાઈ ઇસોરીયા, આર.બી.લાડાણી, સુરેશભાઈ અઘેરા, જયેશભાઇ ત્રામ્બડિયા, કાંતિભાઈ વાછાણી, જેનીશભાઈ ઘેટિયા, પીન્ટુભાઈ વાછાણી, નરેન્દ્રભાઇ ડઢાણીયા, ચિરાગભાઈ ધેરીયા, યોગ બોડે ના ભૂતપૂર્વ મેમ્બર પ્રકાશભાઈ ટીપરે જોડાયા હતા જેમા યોગ માટે ઝોન કો- ઓર્ડીનેટર અનીલભાઈ ત્રીવેદી ના માગેદશેન થી રાજકોટ મહાનગરપાલિકા યોગ કોચ કોઓર્ડીનેટર વંદનાબેન રાજાણી, યોગ કોચઓ ચિંતનભાઈ ત્રિવેદી, ડો.ધાર્મિષ્ઠાબેન હિંગરાજીયા, શોભાબેન આશરા, પદ્માબેન રાચ્છ, નીતાબેન શાહ, ડો.ખ્યાતિબેન જોશી, પ્રિનાબેન આરડેસણા, નીતિનભાઈ કેસરીયા, રૂપલબેન છગ, નિતલબેન મહેતા ધ્યાન નોલાભ આપવા માટે આટે ઓફ લિવિંગ ના અનુયાયી રાજેશભાઈ મહેતા આવ્યો હતો.