ઇન્ડિયન લાયન્સ ક્લબના શપથગ્રહણ સમારોહમાં પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલે આપ્યું માર્ગદર્શન
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીનો તાજેતરમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલે મોરબીની ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે ૧૦૦૦ મેગાવોટનો પરમાણુ વીજળીઘર સુંદર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.
પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલે પરમાણુ ઉર્જા અંગે માહિતી અપાતા જણાવ્યું હતું કે ભારતમાં કુલ ૨૩ પરમાણુ વીજળીઘર કાર્યરત છે અને આજે ભારતમાં ૬૩૦૦૦ મેગાવોટ પરમાણુ વીજળીઘરનું સ્થાન નક્કી થઇ ચુક્યું છે પરંતુ પરમાણુ ઉર્જા કાર્યક્રમ તેમજ પરમાણુ વીજળીઘર માટેની અજ્ઞાનતાને કારણે દરેક સ્થાન મૃતપાય છે ૧૦૦૦ મેગાવોટના પરમાણુ વીજળીઘરનું સ્થાપન કોઈપણ કારણવશ એક વર્ષ મોડું થાય તો પ્રતિ વર્ષ ૫૫૦ અરબ રૂપિયાથી લઇ ૫૫૦૦ અરબ રૂપિયા સુધીનો વિકાસ રૂંધાય છે ભારત લોકતાંત્રિક દેશ છે અને આવી યોજના માટે સ્થાનિક લોકોના નૈતિક સમર્થનની જરૂરિયાત રહે છે.
ડોક્ટર નીલમ ગોયલ ભારતની પરમાણુ સહેલી તરીકે ઓળખાય છે જેને તાજેતરમાં મોરબી આસપાસના વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજ્યા છે નીલમ ગોયલે જણાવ્યું છે કે મોરબી અને આસપાસના વિસ્તારમાં સિરામિક ટાઈલ્સ તેમજ અન્ય કારોબાર માટે જરૂરી વીજળી તેમજ ઉષ્મા ઉર્જાની ૧૦૦૦ મેગાવોટની જરૂરીયાત પરમાણુ વિજ્ઘરની સ્થાપનાથી પૂરી થઇ શકશે આ વીજળી સ્વચ્છ, સુરક્ષિત અને વિશ્વસનીય હશે જ સાથે વેપારી દ્રષ્ટીએ સસ્તી પણ હશે આજે ભારતમાં પ્રતિ વ્યક્તિ વીજળી વપરાશની ટકાવારી જો ચીન સાથે તુલના કરવામાં આવે તો ભારત બહુ જ પાછળ હોવાનું પાન જણાવ્યું છે.