નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની મહાઆરતીમાં વિશેષ ઉપસ્થિતિ
ચાલુ વર્ષે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન સમાજની ૧૦૦ જરૂરિયાત મંદ પરિવારની દિકરીઓને રંગેચંગે પરણાવશે
બૃહદ અમદાવાદના આંગણે જાસપુર ખાતે નિર્માણ પામનાર સામાજિક સશક્તિકરણ કેન્દ્રસમા વિશ્વઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાના ૪૫૧ ફૂટ ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ ગત તા. ૨૮-૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ સંપન્ન થઈ. આ પ્રસંગે વિશ્વઉમિયાધામ સંકુલ ખાતે મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જેના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી વિશ્વઉમિયાધામ-અમદાવાદના આગંણે તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ને રવિવારના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ. જેમાં મા ઉમિયાના હજારો અમૃત્સ્ય સંતાનોએ ભાગ લીધો હતો. વિશેષ રૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ જગત જનની મા ઉમિયાની મહાઆરતીમાં હાજર રહ્યા હતા. સવારે ૮.૧૫ કલાકે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૦થી વધુ પગળપાળા સંઘ સરદારધામ પધાર્યા જ્યાંથી હજારો મા ઉમિયાના ભક્તો જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રામાં જોડાયા. જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રા વાજતે ગાજતે અને ભક્તોના નાચ-ગાન સાથે સરદારધામથી વિશ્વ ઉમિયાધામ સંકુલ પહોંચી. વિશેષરૂપે પાલખીયાત્રામાં મા ઉમિયાનો દિવ્યરથ પણ જોડાયો હતો.
વિશ્વઉમિયાધામ સંકુલ ખાતે માતાજીની પાલખીની આરતી ઉતારી સ્વાગત કરાયું અને ત્યાર બાદ સ્મૃતિ મંદિર પરિષરમાં મહાપુજા સંપન્ન થઈ. સવારે ૧૦.૩૦ કલાકે મા ઉમિયાના સ્મૃતિ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા પાટોત્સવ નિમિતે માતાજીના મંદિરને ધજારોહણ કરાયું. જગત જનની મા ઉમિયા માતાજીને ૨૧ ફૂટ લાંબી ધજા ચઢાવાઈ. પાલખીયાત્રા અને ધજારોહણ બાદ સ્મૃતિ મંદિર પરિષરમાં પાટોત્સવ સામરોહ યોજાયો હતો. જેમાં મહામંડેશ્વર મહંતશ્રી દુર્ગાદાસજી બાપુ (લાલાજી મહારજની જગ્યા, સાયલા) એવમ્ પૂજ્ય કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી (જોષીપુરાવાળા, વિરગામ) આશીર્વચન આપ્યા હતા. વિશેષ રૂપે પાટોત્વસ સામરોહમાં સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલે સમસ્ત પાટીદાર સમાજની સુરક્ષા માટે ૧ હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત કરી હતી. જેમાં આવનાર સમયમાં ૧ લાખ પાટીદાર પરિવારનો સુરક્ષિત કરાશે. આ સાથે સવારે ૮ વાગ્યાથી નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં ૧૦થી વધુ પરિવારો જોડાઈને માતાજીની મહાપુજા અને નવચંડી યજ્ઞ કરાયો. જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિરના પાટોત્સવ નિમિતે સાંજે ૬.૩૦ કલાકે ૧૦૦૮ દિવડાની મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં હજારો મા ઉમિયાના ભક્તોએ માતાજીની આરતી કરી સમગ્ર પરિષરને ભાવ વિભોર કરી દીધું હતું. જ્યારે મોડી સાંજે ૮ વાગ્યાથી સાંસ્કૃતિ કાર્યક્રમ અને રાસગરબાનું આયોજન કરાયું હતું. જેમાં મા ઉમિયાના ભક્તોએ રાસ ગરબા કરી સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.
વિશ્ર્વ ઉમિયાધામ ખાતે યોજાયેલા પાટોત્સવ સમારોહની મહત્વપૂર્ણ જાહેરાત
- હજાર કરોડની ઉમાછત્ર યોજના દ્વારા પાટીદાર સમાજના ૧ લાખ પરિવારોને સુરક્ષિત કરાશે.
- ૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોની દિકરીઓને ઝીરો રૂપિયે લગ્ન કરાવવાની જાહેરાત.
- પરિવારોનો કોઈ પણ સભ્ય જે દાન આપી આ યોજનનો લાભાર્થી બને તેના મૃત્યુ બાદ પરિવારને ૧૦ લાખ રૂપિયા સંસ્થા આપશે.
- પાટીદાર સમાજનો કોઈ પણ પરિવાર માત્ર ૩ હજારથી ૪ હજારનું દાન નોંધાવી ઉમાછત્ર યોજનાનો લાભ લઈ શકશે. જેમાં દર વર્ષે ૧૨૦૦થી ૨૦૦૦નું દાન પણ આપવાનું રહેશે.
- જો કોઈ પણ પરિવાર એક જ વખતમાં ૩૧ હજારનું દાન આપે છે તો પરિવારના મોભીના ૫૫ વર્ષ સુધીમાં મૃત્યું થાય તો પરિવારને ૧૦ લાખ રૂપિયાની સંસ્થા મદદ કરશે.
- જો કોઈ પરિવાર ૮.૫ હજારનું દાન એક વર્ષમાં ચાર વખત આપે છે તો પણ ઉમાછત્ર યોજનાનો લાભ મળશે.
- ૫૫ વર્ષ સુધીની ઉમરમાં જ્યારે પરિવારના મોભી પર ઘર ચાલતું હોય તેવા સમયમાં મોભીનું દુ:ખદ અવસાન થાય તો સંસ્થા ૧૦ લાખ રૂપિયાની મદદ કરશે.
- વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન ૨૦૨૧ના વર્ષને દેશ અને વિદેશમાં સંગઠન પર્વ તરીકે ઉજવશે.