મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરે યોજાશે ચેક વિતરણ સમારોહ: ધનસુખ ભંડેરી
રાજયની આઠ મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓને આગામી સોમવારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા વિકાસકામો માટે રૂ.૧૦૦૦ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવશે તેમ આજે માહિતી આપતા ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકારના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની આઠ મહાનગરપાલિકા, તમામ નગરપાલિકાઓ તથા સતામંડળોને વિકાસ કામો માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આગામી સોમવારે સવારે ૧૦:૦૦ કલાકે રાજધાની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનારા ચેક વિતરણ સમારોહમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને સતામંડળના પદાધિકારીઓ તથા અધિકારીઓને ૧૦૦૦ કરોડ ગ્રાન્ટના ચેકનું વિતરણ કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com