રંગીલા-સ્માર્ટ સીટી રાજકોટના રાજમાર્ગો પર ગોબરાવવેડા કરનારાઓની હવે ખેર નહી રહે શહેરમાં ઠેર ઠેર એક હજાર કેમેરાની ચાતક નજર રસ્તાપર થઉંકનારા કચરો ગંદકી ફેલાવનારા પર જ રહેશે.
વિકસિત ભારતની સંકલ્પના સાથે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદી દ્વારા શરુ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનને ઝીલી લઈ રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકોને અભિયાનમાં જોડી શહેર, ગ્રામ્ય વિસ્તારો સ્વચ્છ બને તે માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
રસ્તે પીચકારી કચરો-ગંદકી કરનારાઓની હવે ‘ખેર’ નહી રહે
જેમાં રાજકોટ મહાનગર પણ અનેકવિધ સફાઈના પગલાંઓ લઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સૂચનાથી આ અભિયાનમાં ડિજિટલ ટેક્નોલોજીનો સહારો લઈ શહેરમાં ગંદકી ફેલાવતા ઈસમોને સી.સી.ટી.વી. કેમેરા થકી પકડી ઈ- મેમો અને દંડની કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના નોડલ ઓફિસરશ્રી વત્સલ પટેલે જણવ્યું છે.
હાલ 1000 જેટલા કેમેરા દ્વારા શહેરના મુખ્ય પોઈન્ટ પર કચરો ફેકી ગંદકી કરતા અને પિચકારી મારી રોડ ગંદા કરતા લોકોને પકડવાની સઘન કામગીરી કરી રહ્યું છે. 30 ઓક્ટોબર થી 3 ડીસેમ્બર સુધીમાં જાહેરમાં થુક્તા, કચરો નાખતા 137, જાહેરમાં કચરો સળગાવતા 40, જાહેરમાં કચરો નાખતા કે સળગાવતા પકડાયેલ સફાઈ કામદારો 18 મળીને કુલ 195 લોકો વિરુદ્ધ ઈ-મેમો, દંડ ની કાર્યવાહી કરવામાં આવી છે, વર્ષ 2016 થી હાલ સુધીમાં 292 જેટલા પોઇન્ટ પર કુલ 26,88,350 રૂ. ના 9,239 ચલન ઈશ્યુ કરાયાનું શ્રીવત્સલ જણાવે છે.
કેમેરામાં ગંદકી કરતા કોઈ પકડાય તો તેઓને રૂ. 250 અને પિચકારી મારતા વાહન ચાલકોને જી.પી.એમ.સી. એક્ટ હેઠળ રૂ. 200 નો ઈ-મેમો આપવામાં આવે છે. જે તેઓએ નજીકની વોર્ડ ઓફિસ કે ઓનલાઇન ભરવાનો રહેતો હોઈ છે. દિવસ 7 માં આ રકમ ન ભારે તો સેનીટરી ઇન્સ્પેકટર તેમના ઘરે જઈ રૂ. 1000 વસુલે છે. દંડ સાથોસાથ હાલ આ લોકોને સમાચાર માધ્યમોમાં ફોટો સાથે હાઈલાઈટ કરવામાં આવતા સામાજિક શરમને કારણે લોકો ગંદકી કરતા ડરી રહ્યા હોવાનું શ્રી પટેલે જણાવ્યું છે.
આ સાથે સફાઈ અંગે ફરિયાદ માટે ટોલફ્રી નંબર 1800 1231973 કે વોટ્સએપ ચેટબોટ નંબર 95123 01973 ના માધ્યમથી લોકો ફરિયાદ કરી શકે છે. ગ્રિવન્સ રિસ્ટોરેશન સોફ્ટવેર એપની મદદથી આ ફરિયાદનું નિરાકરણ સેનેટરી વિભાગ દ્વારા કરવામાં આવે છે. જે તે વિસ્તારમાં વોર્ડ ઓફિસ દ્વારા સફાઈ કરાયા બાદ ફરિયાદીને મેસેજ આવે તે બાદ જ આ ફરિયાદ ક્લોઝ થાય છે. આ એપ સિસ્ટમ માટે મહાનગરપાલિકાને એવોર્ડ્સ પણ મળ્યા છે.
આઇવે પ્રોજેક્ટ મહાનગરપાલિકા સાથે પોલીસ વિભાગ પણ શેરીન્ગ કરે છે. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમ ભંગ માટે આ જ પ્રકારે કંટ્રોલ રૂમ કાર્યરત છે, તેમજ ગુનાઓના ડિટેકશન માટે પણ સી.સી.ટી.વી કેમેરા ખુબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ત્યારે સ્વચ્છ ભારત નિર્માણ સાથે વિકસિત ભારતની સંકલ્પના પરિપૂર્ણ કરવામાં ડિજિટલ ઇન્ડિયા મહત્વનું યોગદાન પૂરું પાડી રહ્યું છે.
સૌથી વધુ ગંદકી ફેલાવતા વિસ્તાર
સ્માર્ટ સીટી હેઠળ આઇવે પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા કેમેરા થકી સી.સી.ટી.વી. ના મોનીટરીંગમાં આવેલા ડેટા સર્વે મુજબ માર્કેટયાર્ડ, પેડક રોડ, એરપોર્ટ ફાટક, પી.ડી.એમ. ફાટક, આજીડેમ ચોકડી, આશાપુરા મંદિર રોડ, ભક્તિનગર સર્કલ, ભગવતી પરા, ચામુંડા ચોક, ઢેબર ચોક, ગુરુ પ્રસાદ ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ઇન્દિરા સર્કલ, જડુસ ચોક, જિલ્લા ગાર્ડન ચોક, જામ ટાવર ચોક, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક અને સૌથી વધુ કે.કે.વી. ચોકમાં ગંદકી કરતા કરતા માલુમ પડ્યું હોઈ સંબંધિત વિસ્તારના લોકોને ઈ-ચલન તેમજ દંડ વસુલ કરાયા છે.
ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરી
રાજકોટમાં આઈ-વે પ્રોજેક્ટ હેઠળ પી.ટી.ઝેડ ટાઈપના 192, એ.એન.પી.આર. 77, આર.એલ.વી.ડી. 27, 360 ડિગ્રી ના 8, ડોમ કેમેરા 10, સ્માર્ટ બસસ્ટેન્ડ પર 40 તેમજ ફિક્સ કેમેરા 574 મળી 1000 જેટલા કેમેરાનું નેટવર્ક કાર્યરત છે. 150 ફુટ રિંગ રોડ પર, નાના મૌવા સર્કલ પાસેની કોર્પોરેશનની ઓફિસ ખાતેથી ત્રણ શિફ્ટમાં સેન્ટ્રલી મોનીટરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.