પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળશે લાભ
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર વિહોણા લોકોને મકાન બનાવવા માટે સરકાર દ્વારા જગ્યા ફાળવવામાં આવે છે જે મુજબ રાજકોટ અને લોધીકા તાલુકામાં ૨૬ પરિવારોને ૧૦૦-૧૦૦ વારના પ્લોટ ફાળવવાનો હુકમ પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીએ કર્યો છે.
રાજકોટ જિલ્લાના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીએ કહ્યું હતું કે, અગાઉ લેન્ડ કમીટીના ચેરમેન તરીકે તાલુકા પંચાયતના પ્રમુખોને જમીનો ફાળવવાની સત્તા અપાઈ હતી. પરંતુ હવે પ્રાંત અધિકારીઓ પાસે આ જવાબદારી છે.
જેના અંતર્ગત કોટડા સાંગાણીમાં ૧૬ પરિવારોને મળી કુલ ૨૬ પરિવારોને ઘરનું ઘર બનાવવા માટે જમીન આપવામાં આવી છે. વધુમાં પ્રાંત અધિકારી દ્વારા સિટી સર્વે અને મામલતદારના ૩૭૫ જેટલા કેસોમાંથી ૧૫૦ જેટલા કેસોની સુનાવણી આવતીકાલથી શ‚ થવાની છે. પ્રજ્ઞેશ જાનીએ કહ્યું હતું કે, હજુ ૩૦ પરિવારોને જમીન ફાળવવાની બાકી છે. જેઓને ૩ માસમાં જમીન મળી રહેશે. આ ઉપરાંત અન્ય બાકી રહી ગયેલા પરિવારોને જમીન મળે તે માટેની પ્રક્રિયા ચાલુ છે.