મોદીએ ભોજપુરીમાં કરી ભાષણની શરૂઆત
ચંપારણ સત્યાગ્રહ શતાબ્દીના સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોતિહારી પહોંચ્યા હતા. અહીં રિમોર્ટ દ્વારા તેમણે 1186 કરોડની 5 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને અહીં ગાંધી મેદાનમાં સમગ્ર દેશમાંથી ભેગા થયેલા 20 હજાર સ્વચ્છાગ્રાહીઓમાંથી ઘણાં લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. અહીં ‘સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ’ના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીએ 10 એપ્રિલ 1917માં ચંપારણનો સત્યાગ્રહ કર્યો હતો.
મોદીએ અંદાજે 20 હજાર સ્વચ્છાગ્રાહીઓને આપેલા સંબોધનની શરૂઆત ભોજપુરમાં કરી હતી. ચંપારણ સત્યાગ્રહના સમયમાં ચંપારણના લોકોએ સાથે મળીને મહાત્મા ગાંધીએ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આજે આપણે બાપુના અભિયાનને આગળ વધારી રહ્યા છીએ.
જે લોકોનું કહેવું છે કે, ઈતિહાસનું પુનરાવર્તન નથી થતું. તે લોકો અહીં આવીને જુવે કે 100 વર્ષ પહેલાંનો ઈતિહાસ આજે પણ આપણી સામે સાક્ષાત છે. મારી સામે જે સ્વચ્છાગ્રાહીઓ બેઠા છે જેમની અંદર ગાંધીના વિચાર-આદર્શનો અંશ જીવિત છે. હું આવા દરેક સ્વચ્છાગ્રાહીઓના અંદર રહેલા ગાંધીજીના અંશને પ્રણામ કરુ છું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com