સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જેવા કુદરતી ચક્ર સમયાંતરે જોવા મળે જ છે ત્યારે લોકો આવી ઘટનાને ઉત્સાહ અને કુતુહલથી નિહાળે પણ છે તેવા સમયે જો એવું જાણવા મળે કે ૨૧ ઓગષ્ટનાં દિવસે થનારુ સૂર્યગ્રહણએ ૧૦૦ વર્ષ બાદની પહેલી એવી ઘટના હશે જે પૂર્ણ ગ્રહણ હશે અને એ ગ્રહણ એવી ઘટના હશે જે પૂર્ણ ગ્રહણ હશે અને એ ગ્રહણ ૫ કલાક ૧૮ મિનિટનું હશે આ વાત ઉત્સુકતા લોકોમાં જોવા મળશે… પરંતુ અિિંહ ભારતવાસીઓ અને સમગ્ર એશિયામાં આ ગ્રહણ જોવું અશક્ય બન્યું છે તે દુ:ખય સમાચાર છે.

ત્યારે દુ:ખને પણ ટેકનોલોજીએ માત આપી છે આ પ્રકારના દુર્લભ અવસરને પણ આપણી સમક્ષ લાઇવ કરશે અમેરિકાની અંતિરિક્ષની સંસ્થા નાસા….

જે સૂર્યગ્રહણ દરમિયાન તેનું લાઇવ પ્રસારણ પોતાનાં ફેસબુક પેજ, યુ ટ્યુબ પર કરશે તેેમજ આ ઘટનાને વિશ્ર્વની ૧૨ જગ્યાએથી પ્રસારિત કરશે. ઘટનાના જુદા-જુદા દ્રષ્ટિકોણ લેવા માટે નાસા પ્લેન, બલુન અને સેટેલાઇટ દ્વારા પણ પુર્ણ ગ્રહણનો અદ્ભુત નજારો આપણા સુધી પહોંચાડશે ત્યારે ત્યાંનાં કુશળ વૈજ્ઞાનિકો ઘટનાની સાથે સાથે તેની વિશેષ માહિતીનું પણ રસપાન કરાવશે. તો ૧૦૦ વર્ષ બાદ ઘટતી આ ઘટનાને રાત્રે ૧૦:૧૬થી મધ્યરાત્રીનાં ૨:૩૪ વાગ્યા સુધી લાઇવ નિહાળવાનું ચુંકશો નહિ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.