રાજયમાં ૫,૦૨,૬૨,૭૬૧ વેકિસનના ડોઝ આપી દેવાયા: કોરોનાને ભગાડવા ગુજરાતવાસીઓ મકકમ
અબતક,રાજકોટ
વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટેનુ એક માત્ર હાથવગુ હથીયાર માત્રને માત્ર વેકિસનેશન હોય તે વાત ગુજરાતની જનતા સારી પેઠે સમજી રહી છે. રાજયમાં મંગળવારે રસીકરણનો આંક ૫ કરોડને પાર થઈ ગયો છે. રાજકોટ જિલ્લામાં ૧૦૧ ગામો એવા છે જયાં ૧૦૦ ટકા રસીકરણ થઈ ગયું છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરને નાથવા માટે ગુજરાત વાસીઓની જાગૃતતા ખરેખર પ્રશંસાને પાત્ર છે. રાજય સરકાર રસીકરણની કામગીરી પર જોર મૂકી રહી છે. ગત ૧૬મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેકસીનેશનની કામગીરી શ કરવામાં આવી હતી. રાજયમાં ગઈકાલે ૫.૨ કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
૧૯૬૭૧૦૫ હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરોને વેકિસનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે ૧૬,૮૩,૧૫ હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરોને વેકિસનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. ૪૫ વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા ૧૫૧૭૯૦૫૫ લોકોને વેકિસનનો પ્રથમ ડોઝ અને ૮૬૪૫૯૩૦ લોકોને વેકિસનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. ૧૮ વર્ષથી લઈ ૪૫ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ૧૯૮૮૩૯૫ લોકોને વેકિસનનો પ્રથમ ડોઝ જયારે ૨૯૦૨૯૧૧ લોકોને વેકિસનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજયમાં મંગળવારે કોરોના વેકિસન લેનારનો આંક પાંચ કરાષડને પાર થઈ જવા પામ્યો છે. અને કુલ ૫,૦૨,૬૨,૭૬૧ લોકોનું રસીકરણ કરી કોરોનાની વેકિસન આપી સુરક્ષીત કરી દેવામા આવ્યા છે. રાજકોટમાં ૧૦૧ ગામોમાં ૧૦૦ વેકિસનેશન કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં રસીકરણના મામલે જેતપૂર તાલુકો અવ્વલ નંબરે છે. વેકિસનેશનની પૂરજોશમાં ચાલતી કામગીરીના સારા પરિણામો મળી રહ્યા છે. રાજયમાં છેલ્લા ૨૦ દિવસથી કોરોનાના કેસ ૨૦ થી ઓછા નોંધાઈ રહ્યા છે.
હાલમાં કોરોનાથી બચવા માટે રસીકરણ એજ શ્રેષ્ઠ ઉપાય છે. તેથી કોરોનાના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના ૭ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા ૫ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફત વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ રસીકરણ કામગીરી માટે જિલ્લામાં દૈનિક ૩૦૦ જેટલા વેક્સિન સેસન આયોજન કરવામાં આવી રહેલ છે. આ કામગીરીને વેગ વધારવા તથા વધુમાં વધુ લોકોને ઝડપથી રસીકરણનો લાભ મળી રહે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારમાં કોરોના રસીકરણ માટેની મોબાઈલ ટીમ બનાવી મહોલ્લાવાઈઝ અને લોકોની અનુકુળતા મુજબ રાત્રીના સમયે અને વાડી વિસ્તારમાં પણ રસીકરણની કામગીરી કરવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે.
જિલ્લાના ૧૦૧ ગામોમાં ૧૦૦ ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકામાં-૨૪ ગામોસંપૂર્ણ રસીકરણ કરવામાં આવે છે. ઉપરાંત જામકડોરણામાં- ૧૫, પડધરીમાં૧૫ રાજકોટમાં૧૩, ગોંડલમાં૧૦, જસદણમાં-૭, લોધિકામાં-૫, ધોરાજીમાં-૪, વીંછીયામાં-૪, ઉપલેટામાં-૨ અને કોટડામાં-૨ ગામોમાં ૧૦૦ ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. જિલ્લામાં ૯,૩૦,૬૬૬ લોકોએ પ્રથમ ડોઝ અને ૨,૮૭,૯૪૪ લોકોએ બીજો ડોઝ લીધો છે. તેમ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયુ છે.
સૌરાષ્ટ્ર કોરોના મૂકત ભણી મંગળવારે એકપણ કેસ નહીં
અભિયાન અને આંદોલન સ્વપે શ કરાયેલો વેકિસનેશન ઝુંબેશના સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મંગળવારે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નહતો. કે કોવીડથી એકપણ દદર્વીનું મોત નિપજયું નહતુ. ગુજરાતમાં પણ છેલ્લા ૨૦ દિવસથી કોરોનાના કેસ ૨૦થી ઓછા નોંધાય રહ્યા છે. ગઈકાલે મંગળવારે સૌરાષ્ટ્રમા રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, મોરબી અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહતો. આ ઉપરાંત એકપણ દર્દીનું કોરોનાથી મોત નિપજયું નથી. રાજયમાં પણ ગઈકાલે કોરોનાના ૧૮ કેસ નોંધાયા હતા. સૌરાષ્ટ્ર હવે કોરોનામૂકત થવાની દીશામાં મકકમતાથી આગળ વધી રહ્યું છે. જે ખૂબજ સારી નિશાની છે.