નવા વર્ષ પહેલા ૧૮ લાખ કર્મચારીઓને સરકારની ભેટ: પેન્શન યોજનામાં સરકારે પોતાનો ફાળો ૧૦ ટકાથી વધારી ૧૪ ટકા કર્યો
કેન્દ્ર સરકારે સોમવારે નેશનલ પેન્શન સ્કીમમાં મોટા સુધારા કરવાનું જાહેર કર્યું હતું. નાણામંત્રી અરૂણ જેટલીએ જાહેરાતકરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા એનપીએસને અપાતું ૧૦ ટકા યોગદાન હવે ૧૪ ટકા કરવામાંઆવ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓને રાહત આપવા તેમનું યોગદાન ૧૦ ટકા જેટલું તો યથા વત રાખવામાં આવશે. સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૧૮ લાખ કર્મચારીઓને લાભ થશે. આ ઉપરાંત કર્મચારીઓ દ્વારા નિવૃતિ બાદ ઉપાડવામાં આવતી ૬૦ ટકા રકમ ટેકસ ફ્રિ રહેશે.
નિવૃતિ બાદ ઉપાડવામાં આવતી રકમનીટકાવારી પહેલા ૪૦ હતી જેને વધારીને હવે ૬૦ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીએસને એકઝેમન્ટ કેટેગરીમાં લાવવાની માંગણી ઘણા સમયથી કરવામાં આવી હતી જેનાપર હવે અમલવારી કરવામાં આવી છે. એનપીએસ નેશનલ પેન્શન યોજના છે.
જે ૨૦૦૪માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. ૨૦૦૯માં આ યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી. એનપીએસના ખાતાની ૬૦ ટકાની રકમ કર્મચારીઓ નિવૃત્તિ સમયે ઉપાડી શકે છે. બાકીના ૪૦ ટકા રકમ એન્ટીક સ્કીમમાં જાય છે. તેનાથી નિવૃતિ બાદ નિયમીત સમયે પેન્શન સુવિધા ઉપલબ્ધ રહેછે.
નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, આઈટી એકટની કલમ ૮૦ હેઠળ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ૧૦ ટકા રકમ પેન્શન યોજનામાં ઉમેરવામાં આવે છે. જેમાં કર્મચારીઓનું યોગદાન ૧૦ ટકાનું હોય છે.ત્યારે હવે સરકારે નેશનલ પેન્શન સ્કીમમાં ૧૪ ટકા યોગદાન આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે પેન્શનયોજનામાં કર્મચારીઓને મુકત રીતે ફંડ ઉપાડવાની પરવાનગી આપી છે. એનપીએસ યોજનામાં ફેરફારોથી ૨૦૧૯-૨૦માં સરકારના માથે રૂ.૨૮૪૦ કરોડનું ભારણ રહેશે.