રાજયમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ કુંડારીયાની રજુઆત રંગ લાવી
સતત વિકસી રહેલા મોરબી શહેરમાં ઔધોગિકી કરણને કારણે અકસ્માત ની સંખ્યા વધે છે.તેમજ જીલ્લાની મોટી હોસ્પિટલ હોવાના કારણે મેડિકલ સુવિધા મળવી જરૂરી છે. મોરબી સિવિલમાં કાયમી તબીબની પણ ભારે તંગી રહેતી હોવાથી મેડિકલ કોલેજ આપવા લાંબા સમયથી મેડિકલ કોલેજ આપવા લાંબા સમયથી માંગણી થઈ રહી હતી. ત્યારે આખરે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, સાંસદ મોહન કુંડારીયા તેમજ રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજુઆતો આખરે રંગ લાવી છે. મોરબી જીલ્લાને 100 એમ.બી.બી.એસ. સીટની સરકારી મેડીકલ કોલેજ શરૂ કરવાની મંજુરી મળતા ખુશીની લાગણી જોવા મળી રહી છે.
મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજય સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુધીના તમામ અગ્રણી નેતાઓ અને અધિકારીઓને મોરબી જીલ્લાને સરકારી મેડીકલ કોલેજ મળે તે અંગે રજુઆતો કરી હતી. જેને ધ્યાને લઇ ગત તારીખ 18 ઓગષ્ટ 2022 ના રોજ નેશનલ મેડીકલ કમીશન, મેડીકલ એસેસ્મેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ (ખ.અછ.ઇ.) દ્વારા 100 ખઇઇજ સીટોની સરકારી મેડીકલ કોલેજને શરૂ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા જિલ્લા મહામંત્રી રણછોડ દલવાડીએ જણાવ્યું હતું કે, અગાઉ કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ અંગે મોરબી જીલ્લાની પ્રજાને ગુમરાહ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજી દેથરીયા તથા સાંસદ મોહન કુંડારીયા અને રાજય સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા તે સમયે આ કૃત્યની ઘોર આલોચના કરવામાં આવી હતી અને સરકાર પાસેથી પુર્ણ ખાતરી લઈ અગાઉ મોરબી જીલ્લામાં જે કોલેજ મંજુર થઈ હતી. એ જ પ્રમાણે રહેશે. કોઈપણ જાતનો એમાં બદલાવ કરવામાં આવશે નહિ તેવી ખાતરી લીધેલ હતી. જેના ફળ સ્વરૂપે મોરબી જીલ્લાને સરકારી મેડીકલ કોલેજ શરૂ કરવાની મંજુરી મળી ગયેલ છે.
છેવાડાના માનવીને મળશે સુવિધા
આ તકે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોરબી જીલ્લાની પ્રજાને સરકારની સુશાસનની સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરકારી ધોરણે મળી રહે તે માટે હરહંમેશ સંકલ્પિત છે અને સદાય સંકલ્પિત રહેશે તેવું જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજી દેથરીયાએ જણાવેલ છે. તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, સાંસદ મોહન કુંડારીયા અને રાજય સરકારના મંત્રી બ્રિજેશ મેરજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તથા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋક્ષિકેશ પટેલનો મોરબી જીલ્લા ભાજપ પરીવાર તથા સમગ્ર મોરબી જીલ્લાની પ્રજા વતી આભાર માન્યો હતો.