આસ્થા રોય ૯૫ ટકા સાથે સ્કુલ ફર્સ્ટ, સાયન્સમાં ૧૦૦ માર્કસવિદ્યાર્થીઓ અબતકની મુલાકાતે
દિલ્હી પબ્લીક સ્કુલે ધો.૧૦ સીબીએસઈની પરીક્ષામાં ૧૦૦ ટકા જેવું ઝળહળતું પરિણામ મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ત્યારે આ અંગે વિસ્તૃત વિગત આપવા દિલ્હી પબ્લીક સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આસ્થા રોય, આશુતોષ પાંડે, દેવ પરીખ અને યામી પટેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ધો.૧૦ સીબીએસઈમા દિલ્હી પબ્લીક સ્કુલનાં આસ્થા રોયે ૯૫ ટકા, આશુતોષ પાંડએ ૯૨.૮ ટકા, દેવ પરીખે ૯૨.૬ ટકા અને યામી પટેલે ૯૨.૪ ટકા જેવું ઉજજવળ પરિણામ મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ૧૪ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા થી વધુ મેળવ્યા છે. ઉપરાંત સ્કુલ ફર્સ્ટ આસ્થા રોયે સાયન્સમાં ૧૦૦ માર્કસ મેળવ્યા છે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે દિલ્હી પબ્લીક સ્કુલમાં ગમત સાથે ભણતર મળે છે. જેથી સફળ પરિણામ મેળવી શકીએ છીએ. અનેકવિધ એકટીવીટી સ્કુલમાં કરાવવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં કારકીર્દી બનાવવા અંગે તેઓની મહત્વકાંક્ષા દર્શાવી હતી. શિક્ષકો અને વાલીનાં સહયોગથી તેમજ વિદ્યાર્થીઓનાં સ્માર્ટવર્કથી દિલ્હી પબ્લીક સ્કુલે ૧૦૦ ટકા જેવું ઝળહળતું પરિણામ મેળવ્યું છે.