કોઈપણ વિદ્યાર્થી નબળો નથી હોતો, અમારું લક્ષ્ય વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનું : અપૂર્વભાઈ મણીઆર
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર ક્ધયાશાળાઓની વિદ્યાર્થીનીઓએ ધોરણ ૧૨માં વિક્રમજનક દેખાવ કરતા સતત છઠ્ઠા વર્ષે ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરી શૈક્ષણિક ક્ષેત્રે ઘર, પરિવાર, સંસ્થા સહિત રાજકોટનું સમગ્ર રાજ્યમાં નામ રોશન કર્યું છે.
શહેરનાં સામા કાંઠા વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ક્ધયાશાળાની કુલ ૪૮ વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ ૧૨ સામાન્યપ્રવાહની પરીક્ષા આપેલી હતી જેમાંથી તમામ ૪૮ વિદ્યાર્થીનીઓ ઉચ્ચ ક્રમાંકે પાસ થયેલ છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલ ક્ધયાશાળાનાં વિક્રમજનક પરિણામનાં અવસરે સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે ધોરણ ૧૨નું પરિણામ સંસ્થાની કાર્યપદ્ધતિનું પ્રતિબિંબ ગણાવતા જણાવ્યું હતું કે, શહેરનાં રણછોડનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી ક્ધયાશાળા છેલ્લા છ વર્ષથી ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરે છે.
અમારી તમામ શાળાઓ વિદ્યાર્થીઓની આંતરિક-બાહ્ય શક્તિ ખીલવવા કટિબદ્ધ છે. કોઇપણ વિદ્યાર્થી નબળો હોય જ નથય શકે. વિદ્યાભરતી ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે જેનું પરિણામ સૌ સમક્ષ છે. અલબત્ત સરસ્વતી વિદ્યામંદિર ક્ધયાશાળામાં વ્યક્તિત્વ વિકાસની અસંખ્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે જેનો ફાયદો દીકરીઓને આજીવન મળે છે.
એવું જણાવી સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ટ્રસ્ટીશ્રીઓ પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, રમેશભાઈ ઠાકર, અનીલભાઈ કિંગર, રણછોડભાઈ ચાવડા, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ, હસુભાઈ ખાખીએ ધોરણ ૧૨માં ઉત્તરણીય થવા બદલ સૌ વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રધાનચાર્ય, શિક્ષણગણને શુભેચ્છા પાઠવી છે.
પિતાની છત્રછાયા વિહોણી વંદના દેશરાણીને ૯૮.૭૬ પી.આર. : સી.એ. બનવાનું લક્ષ્ય
સરસ્વતી ક્ધયાશાળામાં અભ્યાસ કરતી અને પિતાની છત્રછાયા ગુમાવેલી વંદના દેશરાણીએ ૯૮.૭૬ પી.આર. મેળવવાની પોતાની સફળતાનું કારણ ટાઈમ મેનેજમેન્ટ અને ડે-ટુ-ડે વર્કને ગણાવ્યું છે. તેણીનાં પરિવારમાં એક માતા અને ભાઈ છે. વંદનાનું હવે પછીનું લક્ષ્ય સી.એ. બની માતાનું ઋણ અદા કરવાનું અને સૌથી મોટા સંતાન તરીકેની જવાબદારી અદા કરવાનું છે.
રિક્ષાચાલકની દીકરી રેણુકા તુલશ્યાણીને ૯૯.૦૬ પી.આર. : ક્લાસ-૧-૨ ઓફિસર બનવાનો ધ્યેય
રાજકોટનાં સામાકાંઠા વિસ્તારમાં આવેલાં રણછોડનગરમાં રિક્ષા ચલાવવાનું કામ કરતા કમલભાઈ તુલશ્યાણીની દીકરી રેણુકાએ ધોરણ ૧૨ સામાન્યપ્રવાહમાં ૯૯.૦૬ પી.આર. મેળવવાનો યશ સંસ્થાનાં શૈક્ષણિક સ્ટાફને આપ્યો છે. રેણુકાનાં જણાવ્યા અનુસાર બોર્ડનાં યશસ્વી પરિણામમાં તેમનાં પ્રધાનચાર્ય દર્શનાબેન દોમડીયા અને ચેરમેન અપૂર્ણભાઈ મણીઆરનો સવિશેષ ફાળો રહ્યો છે. તેણીનું હવે પછીનો ધ્યેય ક્લાસ-૧-૨ ઓફિસર બનવાનું છે.
ડ્રાઈવરની પુત્રી ઉન્નતિ શેઠને ૯૫.૯૦. પી.આર સિવિલ ઓફિસર બનવાનું સ્વપ્ન
ડ્રાઈવરનું કામ કરતા કેતનભાઈની પુત્રી ઉન્નતિ શેઠએ ધોરણ ૧૨ કોમર્સમાં ૯૫.૯૦ પી.આર. મેળવી આગામી સમયમાં સિવિલ ઓફિસર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણીનું સ્વપ્ન સિવિલ ઓફિસર બની માતા-પિતાને મદદરૂપ થવાનું અને ઘર-પરિવાર દેશનું નામ રોશન કરવાનું છે. પોતાના પરિણામને ઉન્નતિએ સંસ્થા, શૈક્ષણિક સ્ટાફ, વાલી, પરિવારની સહિયારી મેહનતનું ફળ ગણાવ્યું છે.