“વર્લ્ડ પાર્કિન્સન ડે

ન્યુરોડિજનરેટ રોગ પાર્કીન્સન મગજના કોષોનો નાશ કરે છે: પરંતુ તેનો ઇલાજ શકય: ડો. મલય ઘોડાસરા

૧૦૦ લોકોમાંથી એક ને થનારા રોગ એટલે કે પાર્કિન્સન રોગ ૧૮૧૭માં જેમ્સ પાર્કિન્સન દ્વારા શોધાયેલ આ રોગ ૬૦થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. જે જેનેટીક વાતાવરણને લીધે થવાની સંભાવના છે જે માટે અબતક સાથેની વાતચીતમાં રાજકોટના શહેરના ન્યુરોફીઝીશ્યન ડો. મલમ ઘોડાસરા એ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લઇ આ રોગ વિશેની માહીતી આપી હતી. તથા ૧૧ એપ્રિલ એટલે કે વર્લ્ડ પાર્કિન્સન ડે ના દિવસે આ રોગની જાણકારી અને જાગૃતતા વધે તે વિશે વાતચીત કરી હતી…

પ્રશ્ર્ન:- હાલની ૫૦ વર્ષ પહેલા પાર્કિન્સન નામનો કોઇ રોગ હતો, પરંતુ હવે તેનું પ્રમાણ વધતું જાય છે તેના કારણો…?

જવાબ:- પાર્કિન્સનરોગ ન્યુરોડિસીઝ કહેવાય છે એટલે કે ન્યુરોડીજનરેટીવ કે ઉમંરની સાથે વધતો રોગ છે. જે વ્યકિતને આ બિમારી લાગે છે તે દિવસેને દિવસે વધતો જાય છે. જેમ જેમ મગજના કોષો નાશ પામે તેમ તકલીફ આગળ વધતી જાય છે. પાર્કિન્સનએ ન્યુરોડીજનરેટીવ રોગ છે.

પ્રશ્ર્ન:- પાર્કિન્સનના કેટલા પ્રકાર છે?

જવાબ:-પાર્કિન્સનના ઘણા બધા પ્રકાર છે જેના ઘણાં કારણો પણ હોય છે. સાધા પાર્કિન્સનમાં શરીરમાં ધ્રુજારી થતી હોય છે. જયારે પાર્કિન્સન પ્લસ જેમાં વારેવારે પડી જવું, યાદશકિત જતી રહેવી, શરીર પરનો કાબુ ગુમાવવો, જેવી ગંભીર બાબતો સજાય શકે છે. જો આ લક્ષ્ણો હોય તો તે પાર્કિન્સન પ્લસ હોઇ તેવું દર્શાવી રહ્યું છે.

પ્રશ્ર્ન:- કંઇ ઉમરના લોકોમાં રોગ વધુ જોવામાં આવે છે ?

જવાબ:-આ રોગ સામાન્ય રીતે ઉમર લાયક લોકો વૃઘ્ધાવસ્થામાં વધુ જોવા મળે છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ  આ રોગ થવાનું જોખમ વધતું જાય છે. સામાન્ય રીતે ૬૦ વર્ષ પછી લગભગ ૧ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે.

પ્રશ્ર્ન:- રોગને કઇ રીતે કાબૂમાં કરી શકીએ, ઇલાજ શું છે?

જવાબ:- પાર્કિન્સનમાં મગજનો જે ભાગ ધસારો હોય તે ડોયામીન નામનુ કેમીકલ બનાવે છે. કેમિકલના ઘટી જવાથી આ રોગ થાય છે. એના ઇલાજમાં આપણે દવા સ્વરુપે ડોપામીન આપીએ છે. ડોપામીન અથવા ડોપામીન દવાની અસર વધારવા માટે દવા આપવામાં આવે છે.

પ્રશ્ર્ન:- ઘણા બધા દર્દીઓનો અત્યાર સુધી ઇલાજ તમારા દ્વારા થયો હશે, તે દર્દી ને કઇ રીતે સારવાર આપવામાં આવે છે?

જવાબ:- આ રોગ વૃઘ્ધોમાં વધુ ઉમર ધરાવતી વ્યકિતમાં વધુ જોવા મળે છે. જેના લક્ષણો સામાન્ય રીતે મોટા ભાગે ધ્રુજારી હોય છે. શરીર ધીમુ પડી જવું, યાદશકિત ઓછી થાય છે. ભૂલવાની બિમારી થઇ જાય છે.

પ્રશ્ર્ન:- અત્યારે ટેકનોલોજીનો સમય છે રોગ પર કાબુ મેળવવા કયાં સંશોધન અથવા કઇ દવાની ઉપલબ્ધિ થઇ છે?

જવાબ:- અત્યારે ટ્રીટમેન્ટને અનુલક્ષીએ તો નવી વસ્તુમાં કહી શકાય કે પાર્કિન્સન રોગ જેમ વધે છે તેમ દવાની અસર ઓછી જાય અને સાઇડ ઇફેકટસ વધતી જાય છે. તો એ સંજોગોમાં ડી.બી. એસ. પઘ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

આ દવાઓને કોષ ઓછો થઇ શકે, તેની સાઇડ ઇફેકટસ ઓછી થઇ શકે, અને રોગમાં પડતી જે તકલીફ છે તેનાથી રાહત મળી શકે છે.

પ્રશ્ર્ન:- જો ઘરમાં કોઇ વ્યકિતને રોગ થયો હોય તો કુટુંબને કંઇ પ્રકારની તકેદારી રાખવી અને સારસંભાળ કઇ રીતે કરવી?

જવાબ:- દવાઓને નિયમિત લેવી ખુબ જરુરી છે. કારણ કે દવાથી આ રોગ કાબૂમાં આવી શકે, જો દર્દી વારંવાર પડી જતા હોય, ચકકર આવે તો તેનું ખાસ ઘ્યાન રાખવું કારણ કે તેનાથી શરીરમાં વારંવાર ફ્રેકચર પણ થઇ શકે છે.

સવાર:- રોગમાં ખોરાક કઇ રીતે ભાગ ભજવે છે…? કઇ બાબતોનું ઘ્યાન રાખવું પડે છે?

જવાબ:- જેટલા ન્યુરોડીજનરેટ રોગ હોય છે તેમાં હેલ્થી ડાયેટ ખુબ જ જરુરી હોય છે. કારણ કે હાડકાને પણ મજબુત કરવાના હોય છે. જે વિશે ડાયેટમાં ખાસ ઘ્યાન રાખવું, ડાયેટમાં એન્ટી ઓકિસડન્ટસનું પ્રમાણ વધારે હોય તેવું ઘ્યાન રાખવું, એવો ખોરાક લેવો જે આપણને ફાયદાકારક રહી શકે. તમામ પ્રકારના ખોરાક લઇ શકાય જેમ કે ડ્રાયફુટસ, શાકભાજી વગેરે આ વધુ પ્રમાણમાં લેવાથી શરીરમાં એન્ટી, ઓકિસડન્ટસનું પ્રમાણ જળવાઇ રહે છે અને આ રોગ જે આગળ વધતો હોય તેની ગતિમાં ફાયદો થઇ શકે. લાઇફસ્ટાઇલમાં હજી વધુ ઉમેરો ફીઝીકલ એકિટવીટી નો કરી શકાય.

જેટલી ફીઝીકલ એકિટવીટી વધુ એટલો રોગને ઝડપથી મટાડી શકાય

સવાર:- પાર્કિન્સન ઉમર વધવા સિવાય બીજા કયા કારણોસર થઇ શકે છે?

જવાબ:- પાર્કિન્સન માનસિક તણાવ ને લીધે થઇ શકે એવું તો ન કહી શકાય પરંતુ બીજા માનસિક તણાવને કારણે રોગ થાય છે જેવા કે બ્લડપ્રેસર, ડાયાબીટીસ, પેરાલીસીઝ, સ્ટ્રોક, હાર્ટ અટેક તો જયારે મગજમાં બ્લડ સ્કયુલેશન ઓછું થાય છે તો પણ પાર્કિન્સન થઇ શકે છે.

સવાલઅત્યાર સુધી ઘણા બધા રોગીનો ઇલાજ તમારા દ્વારા થયો હશે, શું એવો કોઇ બનાવ છે જે યાદ રહી ગયો હોય..?

જવાબ:- તાજેતરમાં જ કેની વાત કરું તો એક ટીનેજર છોકરો જે લગભગ ૧૫-૧૬ વર્ષનો હતો. જેણે અચાનક આંચકીઓ ઉપડી જેથી દાખલ થયો અને એક બે જગ્યાએ બતાવવા છતાં પ્રોપર સમાધાન ન થવાથી મારી પાસે આવ્યો હતો. એમણે ઓટોઉેમરલફાઇસીઝ તરીકે નો રોગ થયો હતો. જેની સારવાર થતા એ સાજો થઇ ગયો. તો આવી રીતે જો કોઇની પરિસ્થિતિ સુધરી જાય અને તેમણે ખુશી થાય તે અમારી ફરજ પૂર્ણ કર્યા નો સંતોષ મહત્વપૂર્ણ છે જેનો આનંદ આવતો હોય છે.

પાર્કિન્સનના લક્ષણો

(૧) હાથમાં ધ્રુજારી આવવી

(ર) શરીરની ગતિ – હલન ચલનની પ્રક્રિયા ધીમી પડી જાય

(૩) હાથ પગમાં લચીલાપણુ ઓછું થવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.