કોરોના સામેની વૈશ્વિક જંગ જીતવા અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારની રસી વિકસાવવામાં આવી છે. તેની કિંમત, સંગ્રહ ક્ષમતા, અને અસરકારકતાને લઈ રસીની રસ્સખેંચ યથાવત જ છે. પ્રોટીન પર, ડીએનએ પર, તો જીનોમ પર… અલગ અલગ પ્રકારની ફોર્મ્યુલાથી બનેલી રસી ઉપલબ્ધ છે. ત્યારે હવે આ દિશામાં વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. માનવ શરીરમાં રહેલા એવા એન્ટિબોડીની ઓળખ કરવામાં વૈજ્ઞાનિકો સફળ થયા છે કે જેના થકી નવી રસી વિકસાવી શકાય. આમ, હવે એન્ટીબોડી પર રસી બનશે જે કોરોનાના દરેક ‘કલર’ સામે કારગર હશે તેમ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસની અસરકારક સારવાર શોધવા માટે વૈજ્ઞાનિકો દિવસ -રાત મહેનત કરી રહ્યા છે. કોરોનાને મ્હાત આપવા એન્ટિબોડી પણ એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે હવે રસી થકી એન્ટીબોડી વિકસાવવા નહિ પણ એન્ટીબોડી માંથી જ રસી બનાવવા પર વૈજ્ઞાનિકો ભાર મૂકી રહ્યા છે.
એન્ટિબોડીમાંથી રસી બનાવવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જે કોરોનાની સારવારમાં 100% અસરકારક સાબિત થઈ શકે છે. આ એન્ટિબોડી તે લોકોના શરીરમાં મળી આવ્યા છે જે કોરોના વાયરસથી પીડિત થયા પછી સાજા થઈ ગય હોય.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનો અભ્યાસ જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ મુજબ, સંશોધકોએ કોરોનાથી સાજા થયેલા લોકોમાં પાંચ પ્રકારના મોનોક્લોનલ એન્ટિબોડીઝની ઓળખ કરી છે, જે ઘણા પ્રકારના કોરોના વાયરસ વેરિઅન્ટ સાથે ક્રોસ-રિએક્ટ કરીને તેમને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. આ પાંચ પ્રકારના એન્ટિબોડીઝ એવા લોકોમાં જોવા મળે છે જેઓ કોરોનાથી સાજા થઈ ગયા છે અને તે કોરોનાના તમામ પ્રકારો એટલે કે તમામ વેરીએન્ટ્સને નિષ્ક્રિય કરવામાં અસરકારક છે.
સંશોધકોના જણાવ્યા મુજબ, આ શોધના આધારે એવી રસી તૈયાર કરી શકાય છે, જે કોરોના સામેની સારવાર માટે 100 ટકા અસરકારક રહેશે. તે કોઈપણ નવા વેરિઅન્ટ પર કામ ન કરે તેવી શક્યતા પણ રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે શરીરમાં હાજર એન્ટિબોડીઝ કોરોના ચેપને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એન્ટિબોડીઝની હાજરી શરીરની પ્રતિરક્ષા વધારે છે. તે એક પ્રકારનું બ્લડ પ્રોટીન છે