દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા 100 કરોડની સંપત્તિ ધરાવતા નીમચના દંપતિની દીક્ષામાં પતિ સુમિતની શનિવારના રોજ દીક્ષા યોજાઈ હતી. જોકે, તે દિવસે ત્રણ વર્ષની દીકરીને લઈને કાનુની ગુંચવણના કારણે માતાની દીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. દરમિયાન આજ રોજ પત્ની અનામિકાની આચાર્ય રામલાલજી મહારાજની નિશ્રામાં દીક્ષા યોજાઈ હતી.

ગુજરાત સહિત સમસ્ત જૈન સમાજમાં છેલ્લાં કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા જૈન દંપતીમાંથી પતિ સુમિતે 25મી સપ્ટેમ્બરે દીક્ષા લીધી હતી. આજે પત્ની અનામિકાએ પણ દીક્ષા અંગીકાર કરી લીધી છે. દીક્ષાના ગણતરીના કલાકો પહેલા બાળકીના ગાર્ડિયનશીપને લઇને મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.  જેના વિવાદને લઈને માતાની દીક્ષા અટકી હતી.

Surat diksha 1આ દંપત્તિની દીકરી ઈભ્યાના ગાર્ડીયન અનામિકાના માતા પિતા બન્યા છે. અનામિકાનું દીક્ષા લીધા બાદનું નવું નામ અનકારશ્રીજી રાખવામાં આવ્યું છે. તેમણે આચાર્ય રામલાલજી મહારાજની નિશ્રામાં દીક્ષા લીધી છે.

3 વર્ષની નાની દીકરીના નામે સુમિત અને અનામિકાની દીક્ષાને લઈને વિવાદ સર્જાયો હતો. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પોલીસ કમિશનરથી લઈને મુખ્યમંત્રી સુધીનાને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી 100 કરોડની સંપત્તિના માલિક અને મધ્યપ્રદેશના નીમચના વતની સુમિત રાઠૌર અને પત્ની અનામિકાને દીક્ષાને લઈને રોજે રોજ એક પછી એક નવા વળાંકો આવતાં હતાં. જે તમામ વળાંકો વચ્ચે સુમિતે શનિવારના રોજ દીક્ષા લઈ લીધી હતી. અને અનામિકાએ કાનૂની સંઘર્ષ ટાળતાં દીક્ષા નહોતી લીધી. જ્યારે આજે અનામિકાએ રામલાલજી મહારાજની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી હતી. અને નવું નામ સાધ્વી અનાકાર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દંપતીએ બાળકીનો ત્યાગ કરતા પહેલાં કાયદાકીય રીતે તેની ગાર્ડિયનશીપ નહીં આપતા સુરત જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ દંપતીને દીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવા સૂચન કર્યું છે. શહેર પોલીસ કમિશનર, જૈન સમાજના અગણી અને દીક્ષા લેનાર દંપતીના પરિવારજનોની ઉપસ્થિતિમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ મિટિંગ કરી હતી. જેમાં બાળ સુરક્ષા અધિકારીએ બાળકની ગાર્ડિયનશીપ મામલે દીક્ષાર્થીઓ સામે બે વિકલ્પ આપ્યા હતા. જેમાં પહેલો વિકલ્પ એ છે કે, દીક્ષાનો આખેઆખો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે, અથવા આવતીકાલે માતા-પિતા બેમાંથી એક વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે.

તેમજ જો માતા-પિતા બંને દીક્ષા લેશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે તેનું બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું, એટલું જ નહીં શહેર પોલીસ કમિશનરે આ કિસ્સામાં શું કાર્યવાહી કરી શકાય તે માટે નિષ્ણાંત વકીલોની સલાહ પણ લીધી છે. જાણકારો મુજબ, અધિકારીઓએ મેળવેલી સલાહ અને સૂચનોમાં જરૃર પડે કાયદાકીય કાર્યવાહી પણ થઇ શકે છે કે કેમ? તે પાસાઓ પણ ચકાસવામાં આવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.