અમરેલી સમાચાર
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાનકડા ગામે રહેતા દસ ધોરણ પાસ કરેલા અને આઈસ્ક્રીમની દુકાન ચલાવતા હર્ષદ માંડલિયા નામના ખેડૂત યુવાનને કઈક કરવાની ઘેલસા જાગી હતી પિતા ખેતી કરે છે અને પોતે આઈસ્ક્રીમની દુકાન ચલાવે છે તેઓએ નક્કી કર્યું હતું કે મારે કઈક એવું કરવું છે જે જવાન અને કિસાન બંને ને ઉપયોગ આવે અને નક્કી કર્યું ..
પેરા મોટર બનાવવાનું અને પિતા સહિત પરિવાર ને પેરા મોટર બનાવવાની વાત કરી અને પરિવારના પૂરા સહયોગ થી બેંગલોર સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આ પેરા મોટર બનાવવા માટે પાર્ટ્સ મંગાવ્યા સતત બે વર્ષની મહેનત આખરે રંગ લાવી અને બે વર્ષ બાદ પેરા મોટર બનાવવામાં આ દસ ધોરણ પાસ હર્ષદ માંડલિયા સફળ રહ્યો અને સલડી ગામે પેરા મોટર આકાશમાં ઉડાડી સૌને જાતાં જ રાખી દીધા આ પેરા મોટર ચલાવવા માટે કોઈ વિશેષ રુલ્સ નથી હોતા પરંતુ ચલાવવા માટે ટ્રેનીંગ અને સુરક્ષા ધ્યાને રાખવી જરૂરી છે આ પેરા મોટર ખેતરોમાં દવાનો છંટકાવ કરવા દેશની રક્ષા માટે અને પ્રસંગો પાત ફૂલ વર્ષામાં ઉપયોગી થઈ શકે છે. આગળના દિવસોમાં ટેકનોલોજી નો લોકો માટે ઉપયોગી કેમ થઈ શકે તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ફકાઈંગ કાર તૈયાર કરવાની મહેનત કરવામાં આવશે.