આધાર અપડેટ કરાવ્યા બાદ જ સરકારી યોજનાઓનો લાભ મળી શકશે!!

શું તમારું આધાર કાર્ડ  10 વર્ષ જૂનું છે? જો હા, તો આધારકાર્ડ ધરકોએ સાવચેત રહેવું જરૂરી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે

કે જે લોકોએ 10 વર્ષ પહેલા આધાર કાર્ડ મેળવ્યું હોઈ તો તેઓને તેમના દસ્તાવેજો અને વિગતો અપડેટ કરવું અનિવાર્ય છે.  જેની પુરતાતા કરવા જાણવામાં આવ્યું હતું . બીજી તરફ આ નોટિસ તેમના માટે પણ છે કે જેને પોતાનું આધારકાર્ડ ક્યારેય અપડેટ કર્યું ન હોઈ. આધાર કાર્ડ હાલ દરેક લોકો માટે અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. એટલુંજ નહીં સરકારે આધારને મુખ્ય દસ્તાવેજ તરીકે પણ પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આધાર નિરાધાર ન બને તે માટે લોકોએ સાવચેત રહેવા અને તેને અપડેટ કરવા સરકાર દ્વારા જાણવામાં આવ્યું છે.

યુઆઇડીએઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જાણવામાં આવ્યું હતું કે, જે લોકોને અપડેટ કરવાનું બાકી હોઈ તેઓએ આધારની માહિતી અપડેટ કરવાનું જણાવ્યું હતું અને અપડેટનું કામ ઓનલાઈન અથવા આધાર કેન્દ્રો પર જઈને કરી શકાશે. જો કે, તે ફરજિયાત બનાવવામાં આવ્યું નથી. જે વ્યક્તિઓએ દસ વર્ષ પહેલાં તેમનો આધાર મેળવ્યો હતો અને ત્યાર પછીના વર્ષોમાં તેમને ક્યારેય અપડેટ કર્યા નથી, આવા આધાર નંબર ધારકોને દસ્તાવેજો અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે. યુઆઇડીએઆઈ એ આ સંબંધમાં આધાર ધારકોને નિયત ફી સાથે દસ્તાવેજ અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે અને આધાર ધારક આધાર ડેટામાં વ્યક્તિગત ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સંબંધિત દસ્તાવેજો અપડેટ કરી શકે છે.

આ દસ વર્ષો દરમિયાન, આધાર નંબર વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે ઉભરી આવ્યો છે અને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવે છે, એમ નિવેદનમાં જણાવાયું છે. યુઆઇડીએઆઈએ કહ્યું કે આ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે, લોકોએ આધાર ડેટાને નવીનતમ વ્યક્તિગત વિગતો સાથે અપડેટ રાખવો પડશે જેથી કરીને આધાર પ્રમાણીકરણ અને ચકાસણીમાં કોઈ અસુવિધા ન થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.