ઇમિટેશનમાં કામ કરતી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી વિવિધ સ્થળે લઇ જઇ શરીર સંબંધ બાંધો તો
શહેરમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીનું અપહરણ કરી વિવિધ જગ્યાઓએ લઇ જઇ બળાત્કાર ગુજારનારના ગુનાના આરોપી વિપુલ પરસોતમ કોળીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૫ હજારનો દંડ ફરમાવેલો છે.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતી સગીરાને પ્રેમઝાળમાં ફસાવી અપહરણ કરી જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા અને રૂ ૧૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતી સગીરા સાથે ઇમીટેશનનું કામ કરતા વિપુલ પરસોતમ કોળી નામના શખ્સે પ્રેમ સંબંધમાં ફસાવી અપહરણ વિવિધ સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ ભોગ બનનારના વાલીએ નોંધાવી હતી.
પોલીસે આરોપી વિપુલ પરસોતમ કોળીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા તપાસીન દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ ચાલવા પર આવતા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું.
કે ભોગ બનનાર કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવે કે શરીર સંબંધ વખતે તેણીની સમતી ન હતી ત્યારે અદાલતે સમતી ન હોવાનું માનવું ફરજીયાત છે. આ કેસ સ્પષ્ટપણે બળાત્કારનો જ થાય છે. નિ:શકપણે સાબીત થાય છે. આ તમામ સજોગોને ઘ્યાનમાં લેતા આરોપી તકસીરવાન હોવાનું સંપૂર્ણ પણે સાબિત થાય છે.
સરકર તરફેની તમામ રજુઆતો ઘ્યાનમાં લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ એમ.એમ. બાબીએ આરોપી વિપુલ પરસોતમ કોળીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની તેમજ રૂ ૧૫ હજાર નો દડ ફરમાવેલો છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયેલા હતા.
જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ ર૭ માસમાં રપ આરોપીને સજા કરાવી
જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાએ ર૭ માસના કાર્યકાળમાં રપ આરોપીને સખ્ત કેદની સજા કરાવેલી છે. જેમાં બળાત્કાર, અપહરણ, બાળકો સાથે બિભત્સ ચેનચાળા, સ્ત્રી અત્યાચાર તેમજ ખુનના ગુન્હાઓ અને વીજચોરીના ગુન્હાઓનો સમાવેશ થાય છે.
કાર્યકાળ દરમ્યાન તેઓએ આશરે ૧૦૦ થી વધુ આરોપીઓની આગોતરા કે રેગ્યુલર જામીન અરજીઓ નામજુર કરાવેલી છે. જેમાં માલવીયા પ્રકરણ મગફળી કૌભાંડ બારદાન કૌભાંડ બોગસ માર્કશીટ કૌભાંડ કરોડાની બેન લોન ઉચાપત વિગેરેનો સમાવેશ થાય છે.