જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષ પૂર્વે એક સગીરાનું તેણીના વાલીપણામાંથી બદકામ કરવાને ઈરાદે અપહરણ કરી જવાનો કેસ કોર્ટમાં ચાલી જતા જજે આરોપીને દસ વર્ષની સખત કેદ અને ૨૦ હજાર રૂપિયાનો દંડની સજા ફટકારી હતી.
શહેરના નાજાવાળાપરામાં રહેતો ધર્મેશ મહેશભાઈ સાધુ નામનો શખ્સ તેણીની પાડોશમાં રહેતી એક સગીરાની અવાર નવાર છેડતી કરતો જેની ફરિયાદ તેણીના પિતા ધર્મેશના પિતાને ઘણીવાર કરેલ તેમ છતાં હું મારા પુત્રને સમજાવીશ એવા ઠાલા આશ્ર્વાસન જ આપ્યા બાદમાં ૨૬/૧/૨૦૧૩ના રોજ ધર્મેશ સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જતા તેણીના પિતાએ આરોપી ધર્મેશ સામે સીટી પોલીસમાં પોકસો એકટ હેઠળ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થયાના થોડા જ દિવસમાં પોલીસે આરોપીની સગીરા સાથે ધરપકડ કરી સગીરાનું શારિરીક પરીક્ષણ બાદ દુષ્કર્મની પણ કલમ ઉમેરી આરોપીને જેલ હવાલે કરેલો આ ગુન્હાનો કેસ જેતપુર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પંડયાની દલીલો અને પુરાવાના આધારે સેશન્સ જજ જયેશ ઠકકરે આરોપી ધર્મેશને દસ વર્ષ કેદ અને ૨૦ હજારના દંડની સજા ફટકારી છે.