જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 15 દિવસ પડી રહ્યો છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં ખુબ વરસાદ પડયો છે. ઓઝત બે કાંઠે વહી રહી છે. ઓઝતનું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. જેનાં કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઇ ગયું છે. ઘેડનાં લોકો બેઘર થઇ ગયાં છે. પુરની સ્થિતિ ઓસરતાં ઘેડની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. આજે પણ ઘેડનાં અનેક ગામડાઓનાં જવાનાં રસ્તે પાણી ભરેલા છે. એટલું જ નહીં ઘેડનાં ગામડાઓમાં ગોઠણ-ગોઠણ સુધી પાણી છે.
ઘેડનાં ગામડાઓનાં ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાઇ ગયાં છે. લોકો પાણી ઉલેચીને કયાં નાંખે. મગફળીનાં ખેતરોમાં ગોઠણસુધી પાણી પાણી ભરાઇ ગયાં છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઇ રહી છે. મુંગા પશુઓની હાલત કફોડી બની છે. ત્યારે પશુ માલિકો સંઘર્ષ કરી રહ્યાં છે. ઘેડનાં માર્ગો પર હાલ વાહન વ્યવહાર બંધ છે. લોકો ઉંટગાડીનો સહારો લઇ રહ્યાં છે. હાલ અહીં અન્ય વાહન ચાલી શકે તેમ નથી. ઘેડનાં અનેક ગામડાઓમાં હજુ પણ પાણી ભરેલા છે. લોકો ગોઠણડુબ પાણીમાં અવર-જવર કરી રહ્યાં છે.