• એસ.પી.પ્રેમસુખ ડેલુના  માર્ગદર્શન હેઠળ
  • અનેક વાહન ચાલકો ઝપટે ચડયા:  દસ વાહનો ડીટેઈન  કરાયા, 20 વાહન ચાલકો સામે દંડાત્મક  કાર્યવાહી

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફિક શાખા ના પીઆઇ એમ.બી.ગજ્જર ની સૂચના થી પીએસઆઇ બી.જે.તિરકર દ્વારા યોજવામાં આવેલી ’નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ માં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતાં. જેમાં વીસેક જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી અને દસ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતાં.

જામનગર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે માટે એસપી પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફીક શાખાના પીઆઈ એમ.બી.ગજ્જર ની સુચના થી પીએસઆઇ બી.જે.તિરકર દ્વારા ’નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. જેમાં ગતરાત્રીના જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારો સહિત એસ.પી.બંગલો જુલેલાલ ચોક નજીક ટ્રાફીક ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 10 થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતા. જામનગર ટ્રાફિક પોલીસ ની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તળાવની પાળે સઘન વાહન ચેકીંગ ઝુંબેશ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો

જામનગર પોલીસ દ્વારા  સમયાંંતરે વાહન  ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે જામનગર પોલીસ દ્વારા તળાવની પાળે સઘન વાહન ચેકીંગ ઝુંબેશ  હાથ ધરવામાં આવી હતી.  નિયમનો ઉલ્લંઘન કરતા વાહન ચાલકો  સામે દંડાત્મક  કાર્યવાહી  કરવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર  યાદવની  સૂચનાથી પોલીસ દ્વારા  વાહન ચેકીંગ  ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતુ.

આ વાહન ચેકીંગ ઝુંબેશમાં ડીવાયએસપી  જયવીરસિંહ  ઝાલા, સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.એ. ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.  અને અનેક કારોમાંથી બ્લેક ફિલ્મ  ઉતારવા  સહિતની  કાર્યવાહી  કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.