કંપનીનો ચોથા ત્રિમાસિકનો નફો 55 ટકા ઘટ્યો, ખર્ચમાં 5 ટકાનો કાપ મુકાયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફેસબુક એક સમય ધૂમ મચાવતું હતું એટલુંજ નહીં દરેક લોકો મફતમાં મળતી સેવાઓનો લાભ લેવા પહોંચી ગયા હતા. ત્યારે આ આર્થિક સંકડામણ માંથી બચવા ફેસબુકે રિલાયન્સનો સ્ટેક ખરીદ્યો હતો. કારણ કે ફેસબૂક ભારતમાં ત્યારેજ નફો અને આવક રળી શકે. ફેસબુક દ્વારા ખરીદાયેલા વોટ્સએપને રિલાયન્સ તરફથી ઘણો આર્થિક ટેકો પણ મળ્યો હતો.બીજી તરફ ભારત શિવાઈ અન્ય દેશોમાં ફેસબુકની દરેક સેવાઓ પેઈડ હોવાથી તેનો ફાયદો કંપનીને મળે છે.
પરંતુ વૈશ્વિક સ્થિતિને ધ્યાને લઇ ફેસબુકની મેટા કંપની વધુ 10 હજાર કર્મચારીઓની છટણી કરી છે જે ટેક જગત માટે અત્યંત માઠા સમાચાર છે. એટલુંજ નહીં લોકોને ડોક્યુ કરાવતી ફેસબુકને આવકના ફાફા પણ પડી રહ્યા છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં બીજી વખત મોટા પાયે છટણી કરવામાં આવી છે. આ વખતે કંપની 10 હજાર કર્મચારીઓની છટણી કરી છે. મેટાના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગે કંપનીમાંથી મોટી છટણી તરફ ઈશારો કર્યો છે.
ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, લગભગ 5000 વધારાની ઓપન ભર્તીઓને પણ બંધ કરવાની શક્યતા હાલ સેવાઇ રહી છે. બીજી તરફ માર્ક ઝુકર્બર્ગે ખર્ચમાં પણ 5 ટકા જેટલો ઘટાડો કર્યો છે. વર્ષ 2022ની શરૂઆત થીજ ટેક જગતમાં 2.80 લાખ કર્મચારીઓની છટણી કરી દેવામાં આવી છે.મેટા કંપનીએ ચોથા ક્વાર્ટરમાં 55 ટકા ઓછો નફો રડ્યો છે જે અનેક તર્ક વિતરક ઉભા કરે છે.
દેશની ટોચની ટેક કંપની એમેઝોન, માઈક્રોસોફ્ટ દવારા પણ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. અનેક નવા રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં કર્મચારીઓને ડિગ્રેડ કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. ત્યારે હજુ પણ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે, જ્યાં સુધી કંપનીની આવક અને નફો નહીં વધે ત્યાં સુધી કર્મચારીઓ ઉપર લટકતી તલવાર જોવા મળશે.