રાષ્ટ્ર સુજન અભિયાન દ્વારા સ્વાગત: ભારતમાં ૫૦ હજાર કિ.મી. સાયકલીંગ કરવાનો સંકલ્પ
ભારતના ૨૯ રાજ્યોના જનજાગૃતિ સાયકલ સંકલ્પયાત્રા ના બેનર સાથે બેટો બચાવ બેટી પઢાવના નારા સાથે પટના બીહારનો જાવેદ અંસારી દેશભરમાં ફરી વળી આજ દ્વારકા પહોચી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
જાવેદ અંસારીનો સંકલ્પ છે કે તે ભારત ભરમાં કુલ પચાસ હજાર કીલોમીટર સાયકલીંગ કરી બેટી બચાવા, જળ બચાવો,તથા દરેક દેશ વાસીઓએ એક વૃક્ષ ઉગાડવુ જોઇયે તે અભીલાષા સાથે નીકળેલ છે. દરેક રાજ્યના રૂટ મુજબના જીલ્લાની સ્કુલમાં જઇ વિદ્યાર્થીઓ ને ઉપદેશ આપે છે. અને હાલ તેમના જણાવ્યાનુસાર તેઓએ દશ હજાર કીલોમીટર ની યાત્રા પુરી કરી ચુક્યા છે,અને હજુ ચાલીસ હજાર કીલોમીટર ની યાત્રા પુરી કરશે.
છેલ્લે દીલ્હીથી આશરે ૧૦૦ સાયકલ સવારો લાલ કીલ્લાથી શરૂ કરીને કાશ્મીરના લાલ ચોકમાં ૧૫.ઓગસ્ટ ૨૦૨૦ ના તીરંગો લહેરાવી સાયકલ યાત્રા પુર્ણ જાહેર કરાશે. જાવેદ અંસારીનું દ્વારકા પહોચતા રાષ્ટ્ર સુજન અભીયાનના ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર ગીતાબેન જેઠવા, દ્વારકા પ્રમુખ બીનાબેન માણેક તથા ગુજરાત રાજ્ય યુવા મોરચાના અધ્યક્ષ અશોક માણેક દ્વારા સ્વાગત કરાયુ હતું.